Posts

Showing posts from February 10, 2020

એની "ના" હતી

દરેક સાંજ જેમ પંખીઓને માળો યાદ અપાવે, એમ રાહી પણ રોજ સાંજે એ બાકડે જઈને બેસી જાય. રોજ બગીચે હિચકતા બાળકોને જોઈને સમીરની રાહ જોતી હોય. દર વખતની જેમ રોજ સમીર મોડો જે પડે અને માફી ના બે શબ્દો કહે, "સોરી, મોડું થઈ ગયું, મારે નીકળતા જ કામ આવ્યું." આજે તો રાહી એ બોલી જ દીધું,"મને ગુસ્સો નથી આવતો તું કેટલો પણ મોડો આવે, ક્યારેક વિચારું કે જો તું આવે જ નહિ તો??" સમીર એને મનાવતો બોલ્યો ," એવું ક્યાં વિચારે છે? તું જ્યાં હોય ત્યાં હું ના પહોંચું એ શક્ય નથી." "વિરહને જો વાચા હોત, તો પ્રેમની આંખો રડી હોત." આવી જ નાનકડી રકઝક ને યાદ કરતો સમીર એના પેન્ટ હાઉસ ની અગાસી માં હીંચકે ઝૂલતો હતો. અને મીરા પણ દરેક સાંજની જેમ કોફી લઈને ત્યાં પહોંચી ગઈ હતી. બધાને લાગતું સમીર અને મીરા થોડા સમયમાં લગ્ન કરી જ લેશે, અને આ વાત ને ૨  વર્ષ થઈ ગયા હતા. કદાચ એવો થોડો સમય નહિ મળ્યો હોય, કે લગ્ન સુધી વાત પહોંચે. સમીર કિસ્સાઓ વાગોળતો બોલ્યો, "તને ખબર છે, કોઈના શબ્દો એવા છપાય જાય કે યાદો પાછળ રહી જાય ને અવાજ ગુંજયા કરે." મીરા મલકાતી બોલી, "તને કોની યાદોની ગુંજ સંભ