Posts

Showing posts from May 9, 2020

અંધારીયે ઉજાસ ભાગ ૬

મઝા આ કલ્પનાની છે, એ સમજાવી નથી શકતા; તમે બોલાવો છો અમને, અમે આવી નથી શકતા! ~ મરીઝ "કોઈ છે?" રાજ દરવાજો ખખડાવતા બોલ્યો. એક મહિનો થઈ ગયો પણ સલોનીના પપ્પા તરફ થી કોઈ એંધાણ આવ્યું નહોતું, એટલે કસ્ટમર રિલેશન વધારવાના હોય એમ રાજ ડો પ્રકાશને એની હોસ્પિટલ મળવા આવ્યો હતો.  "અરે! રાજ આવને અંદર." સલોની ને એની રાહ જોતી હોય એમ બોલી.  રાજ એ થોડી આડી અવડી વાતો કરીને અંતે કહ્યું, " સલોની, તું એવું જ સમજતી હોય કે હું કિયારાને છોડીને તારી પાછળ પડ્યો છું તો એ વાત ખોટી છે. તું એક ઘડી પણ મારી સાથે વાત કરવા તૈયાર નથી હોતી. આજે ખબર નહિ કેમ એટલું શાંતિથી વાત કરે છે.... ."  "રાજ, કઈ વાત ખોટી છે? આખી દુનિયા જાણે છે તારા બદલતા રંગ. પણ જા તને માફ કર્યો."  "હું માફી માંગવા નથી આવ્યો. તારો હાથ માંગવા આવ્યો છું. "  "તું આશા મૂકી દે, મારા જીવનમાં કોઇક છે." સલોની એ વાત કાપી નાખી. રાજ તો ત્યાંથી એ જ મિનિટ એ ગાયબ થઈ ગયો  બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ. -અબ્બાસ અબ્દુલઅલી વાસી 'મરીઝ' સલોની ને થોડી શાંતિ થઈ રાજને