Posts

Showing posts from April 16, 2021

બધું બરાબર છે.

બારીમાંથી આવતો કુમળો તડકો અને રવિવારની સવાર, આ બન્ને એ એક સાથે સુખ દુઃખ આપી દીધું હોય એવું લાગે છે. ઘરમાં જોરથી વાગતું અંગ્રેજી ગીત સાંભળીને લાગે છે ભાઈ મુંબઈથી આવી ગયો છે. ચાલો, ગમે તેમ તો ઉઠવું પડશે એવું માનીને હું ઊભી થઈ. પપ્પા છાપુ વાચતા હતા. એમતો બધું ઠીકઠાક છે જીવનમાં પણ સાલું બહાર કોરોના ચાલે છે એવું ભૂલાય ગયું.  મસ્ત મમ્મીનાં હાથના બટેટા પૌઆ ખાઈને મોબાઈલ મચેડવા લાગી.  ક્યાં કોઈના ઘરે કેટલા કોરોના પોઝિટિવ છે, કોણ ઘરે મુત્યુ થાય છે, કોણ કોણ રૂમમાં પુરાયેલું છે, બધા ખબર મને મોબાઈલમાંથી મળી ગયા. કુંભમેળામાં માનવમેદની જોઈને દોષ કોના પર નાખવો એ હજી સમજાતું નહોતું. હું વિચારતી ચલો, મારા ઘરમાં તો બધા તંદુરસ્ત છે એટલે વાંધો નથી. આવું વિચારતા વિચારતા ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ના પડી.  થોડીવારમાં સમાચાર આવ્યા કે બાજુમાં રહેતા મુકેશભાઈ ગુજરી ગયા. એમના ઘરમાંથી રોકકલનો અવાજ આવતો હતો, ત્યાં એક ફોન આવ્યો કે મારા ફુઆ વેન્ટિલેટર પર છે અને નહિ બચી શકે. હજી થોડી કળ સુજે ત્યાં તો મારો એક ભાઈબંધ ફોન કરીને મને કહે છે કે, "મારે નથી જીવવું, હું લડી લડીને કંટાળી ગયો છુ મને છુટકારો જોઈએ છે." ઘરમ