Posts

Showing posts with the label LIVE SERIES (અંધારિયે ઉજાસ)

અંધારીયે ઉજાસ ભાગ ૬

મઝા આ કલ્પનાની છે, એ સમજાવી નથી શકતા; તમે બોલાવો છો અમને, અમે આવી નથી શકતા! ~ મરીઝ "કોઈ છે?" રાજ દરવાજો ખખડાવતા બોલ્યો. એક મહિનો થઈ ગયો પણ સલોનીના પપ્પા તરફ થી કોઈ એંધાણ આવ્યું નહોતું, એટલે કસ્ટમર રિલેશન વધારવાના હોય એમ રાજ ડો પ્રકાશને એની હોસ્પિટલ મળવા આવ્યો હતો.  "અરે! રાજ આવને અંદર." સલોની ને એની રાહ જોતી હોય એમ બોલી.  રાજ એ થોડી આડી અવડી વાતો કરીને અંતે કહ્યું, " સલોની, તું એવું જ સમજતી હોય કે હું કિયારાને છોડીને તારી પાછળ પડ્યો છું તો એ વાત ખોટી છે. તું એક ઘડી પણ મારી સાથે વાત કરવા તૈયાર નથી હોતી. આજે ખબર નહિ કેમ એટલું શાંતિથી વાત કરે છે.... ."  "રાજ, કઈ વાત ખોટી છે? આખી દુનિયા જાણે છે તારા બદલતા રંગ. પણ જા તને માફ કર્યો."  "હું માફી માંગવા નથી આવ્યો. તારો હાથ માંગવા આવ્યો છું. "  "તું આશા મૂકી દે, મારા જીવનમાં કોઇક છે." સલોની એ વાત કાપી નાખી. રાજ તો ત્યાંથી એ જ મિનિટ એ ગાયબ થઈ ગયો  બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ. -અબ્બાસ અબ્દુલઅલી વાસી 'મરીઝ' સલોની ને થોડી શાંતિ થઈ રાજને ...

અંધારીયે ઉજાસ ભાગ ૫

"इन्सान ज़िन्दगी में एकबार ही मोहब्बत करता है, बाकी की मोहब्बत वो पहेली को को भूलने करता है!" -गुलज़ार ડૉ. પ્રકાશે સલોનીને જીવ ની જેમ સાચવી હતી. એટલે એના જીવનમાં કોઈ ખોટ એમનાથી સહન નહોતી થતી. એ સાંજે ડો પ્રકાશ સલોની પાસે જાય  છે, "તું મને આ બધું ના કહેત તો, હું રાજને ઘરજમાઈ બનાવી લેત! " રમુજી અવાજમાં પપ્પાને સાંભળીને સલોની થોડું હસી.  " રાજ મારી પાસે આવ્યો હતો, તારો હાથ માંગવા...." ડો પ્રકાશ એ છાની વાત કહી.  "તમે તો હા પાડી દીધી હશેને...." સલોની તરત ચિંતામાં આવી ગઈ.  "મે ના પણ નથી પાડી. મને તમારા વચ્ચે શું ચાલે છે એ જાણ્યા વગર નિર્ણય લેવો યોગ્ય ના લાગ્યો. રાજ સારો છોકરો છે. અને તું એને પસંદ પણ કરે છે, નાનપણ થી તારી સાથે છે. "  "તમે એનો પક્ષ કેમ લ્યો છો?" સલોની ને જરા ના ગમ્યું.  "હું પક્ષ નથી લેતો, હું રસ્તો બતાવું છું. જો બેટા હેત જેવા તો આવે ને ઘડીભર રહીને જતા રહે. રાજ પહેલેથી છે અને તારી સાથે જ રહેશે." એક પપ્પાએ સમજાવાની કોશિશ કરી.  "રાજ મારો હતો જ નહિ, એ તો બીજી બાજુ ભાગ્યો હતો, એને ખબર પડી  કે હુ...

અંધારીયે ઉજાસ ભાગ ૪

जो साथ रहकर भी "साथ" ना हो, वो दूर ही रहे तो अच्छा है।" -गुलज़ार "હેલ્લો, હું હેત દિવાન, સલોની પુરોહિત આજે ડયુટી પર આવ્યા છે?" "સર, તમે એક દિવસમાં એક જ વાર ફોન કરો, જો આવી ગયા હશે તો હવે હું સામેથી ફોન કરીશ તમને." એમ કહીને ફોન મુકાય ગયો.  જેમ ચોમાસુ ચાલુ થઈ ગયું હોય પણ મોરના ટહુકા સાંભળતા ન  હોય એમ હેતને એના આવવાના સમાચાર મળતા નહોતા.  રોજ એના હોસ્પિટલના રસ્તે થી નીકળવું એની આદત થઇ ગઇ હતી.   બીજે જ દિવસે સવારે એ સિગ્નલ પર દેખાઈ. એકદમ પોશ ગાડી માં વગર ડ્રાઈવરે જતી મોટા બાપ ની છોકરી લાગતી હતી. આંખોમાં ખુન્નસ અને જરા વધારે પડતી ગતી સાથે લાલ સિગ્નલ જોતા એણે બ્રેક મારી. હંમેશા ની જેમ હેત ને આભાસ થયો હોય એમ લાગ્યું, પણ ના આ તો સાચે એ જ હતી. એ તરત ગાડી માથી ઉતર્યો અને એની બુલેટપ્રુફ કાચ માં ટકોરો માર્યો. પણ સલોનીએ એ બાજુ જોયું જ નહિ. જરા જોરથી ટકોરો સાંભળ્યો તો ખબર પડી આતો જાણીતો ચેહરો ! સલોનીની થોડી મુસ્કાન જોઇને હેતે અંદર આવવાનો ઈશારો કર્યો. હવે ના તો પડાશે નહિ એવું વિચારી સલોની એ દરવાજો ખોલ્યો. હેત પોતાની ગાડી સમી સરખે જગ્યા એ મૂકીને સલોની ની ગાડીમાં  બેઠો...

અંધારીયે ઉજાસ ભાગ ૩

મનાલી: સલોની એના થોડા ગણેલા વીણેલા દોસ્તારો સાથે મનાલી પહોંચી ગઈ. રાજ, કિયારા, અને દેવ. આ જ એના બાળપણ ના મિત્રો અને એની જિંદગી. ચારેય મિત્રો એક જ સ્કૂલ માં ભણેલા અને એક જ કોલોની માં રહેલા. રાજ અને કીયારા એન્જિનિયરિંગ ની સેના માં ભરતી હતા, જ્યારે સલોની અને દેવ એમ.બી.બી.એસ. માં. જેમ બધાને ગોવા ના પ્લાન બનીને બધું વિખેરાય જાય, એમ સલોની ને હંમેશા મનાલી ના પ્લાન માં થતું. दोस्त भी ज़रूरी है, ज़िन्दगी के सफ़र में, रात को साथ चाय पीने मेहबूब नहीं आते। - गुलज़ार અંતે આજે એ બધા મનાલી પહોંચી જ ગયા. મનાલી એટલે સાહસ કરવાની જગ્યા જ્યાં સેવન સ્ટાર હોટેલ જેવી સગવડ લેવા જાઓ તો કુદરતના ખોળે રહેવાનું ચૂકી જાઓ. મનાલી ઉતર્યા પછી તરત ત્યાંના લોકલ બજારની મુલાકાત કરવાની હતી. દેવ એ હળવેથી રાજને કાન માં કહી નાખ્યું,". આજે પાકો મોકો છે, કહી દે તું ." રાજ અસ્વસ્થ થઈને," શું કહી દે? કોને કહી દે?" "એ જ જે તારે કહેવું છે અને તું બીકણ બિલાડી થઈને વર્ષો સુધી કહેતો નથી." "તું સીધી રીતે બોલ નહિ તો મજા નહિ આવે." "તો સાંભળ, મને ખબર છે તને કિયારાં થી લગાવ છે, અને ...

અંધારીયે ઉજાસ ભાગ ૨

"जिंदगी में एक बात तो तय है कि तय कुछ भी नहीं है।" રસ્તો સુમસાન હતો એટલે ભીડના એકઠા થવાથી હેત અને એનો ડ્રાઇવર બચી ગયા હતા, પણ આતો અમદાવાદી નારી! એમ કઈ મૂકે? પોતાના ઘા ની પરવા કર્યા વગર ઝટકા સાથે એ તો ઉભી થઇ અને ડ્રાઇવરની સામે જોઇને શબ્દોના ઘા ચાલુ કર્યા. હેત ગાડી માથી બહાર આવીને એને સમજાવવા લાગ્યો, "બેન તમે શાંત થઈ જાઓ, ભૂલ જેની પણ હોય આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ, તમને અને મારા ડ્રાઇવર ને એની સખત જરૂર છે." તો પણ પેલી સ્ત્રી હજી ગુસ્સામાં જ હતી,"એટલે તમે kehva શું માંગો છો? હું ૧૦૮ બોલાવીને જતી રહીશ, તમે તમારા રસ્તે પડો." માંડ માંડ આનાકાની અને વાટાઘાટો કર્યા પછી અંતે હેત બન્નેને હોસ્પિટલ લઈને આવ્યો. સારવાર ચાલુ હતી, અને અચાનક યાદ આવ્યું કે હજી એરપોર્ટે પહોંચવાનું તો બાકી છે. ઘડિયાળ માં જોયું ૭ વાગ્યા હતા અને ૭:૪૫ ની તો ફ્લાઇટ હતી. મનમાં બબડ્યો, "ચાલો જ્યાં નસીબમાં પહોંચવાનું જ નથી લખ્યું ત્યાં પહોંચવા કેમ વલખાં મારવાં?" ત્યાં જ પાછળથી કોઈએ ખંભા પર હાથ મૂક્યો, "જો તમને મારા ડ્રાઇવિંગ પર ભરોસો હોય તો હું કાઈ મદદ કરી શકું મી. ફયુચર સી. ઇ. ...

અંધારિયે ઉજાસ ભાગ ૧

સવારની સાંજ થતાં જેમ વાર ન લાગે એમ હેત પૂરપાટે સફળ થઈ રહ્યો હતો. કોલેજમાં છવાયેલું વ્યક્તિત્વ ઉંચા હોદ્દાની નોકરી માટે એકદમ યોગ્ય લાગતું હતું. હેતના ઘરે જાહોજલાલી પણ એટલી જ ! એક સુખી પરિવાર અને ઘરનો નાનો દીકરો હેત ઘણો બોલકો હતો. પણ પરિવર્તનનો નિયમ તો માનવો જ રહ્યો, એ કૃષ્ણ હોય કે કંસ!  "ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે." -મરીઝ હેતના સિતારા જ્યારે આકાશમાં ઝગમગતા હતા ત્યારે જીવનમાં એક ખૂટતી વસ્તુ જડે છે, પ્રેમ. આ પ્રેમ જ ડુબાડે અને તારવે છે.  એક પોશ વિસ્તારમાં ઉજવાય રહેલી મહેફિલમાં હેત ની હાજરી હતી. અને ત્યાં જ ધડાધડ પેગ મારતી હોય એમ એક છોકરી મોજીટો ને ઘટઘટવી રહી હતી.  હેતથી રહેવાયું નહિ, "શું હું તમને એક વાત પૂછી શકું?"  એ છોકરી આવા અણધાર્યા સવાલથી લિજ્જત માણવામાં ખેદ આવ્યો હોય એમ બોલી," તમે નક્કી જ કર્યું છે પૂછવાનું તો હું ના નહિ પાડું."   હેત એ જ ઘડીએ આવો પ્રતિભાવ મળવાને લીધે હરખાયો." મને કેમ એવું લાગે છે કે તમે ગુજરાતમાં મહેમાન બનીને આવ્યા છે અને 'બ્રાન્ડેડ ડ્રિંક' ને યાદ કરો છે?"   એ છોકરી થોડું મલકાયન...