Posts

Showing posts from April 11, 2020

અંધારીયે ઉજાસ ભાગ ૨

"जिंदगी में एक बात तो तय है कि तय कुछ भी नहीं है।" રસ્તો સુમસાન હતો એટલે ભીડના એકઠા થવાથી હેત અને એનો ડ્રાઇવર બચી ગયા હતા, પણ આતો અમદાવાદી નારી! એમ કઈ મૂકે? પોતાના ઘા ની પરવા કર્યા વગર ઝટકા સાથે એ તો ઉભી થઇ અને ડ્રાઇવરની સામે જોઇને શબ્દોના ઘા ચાલુ કર્યા. હેત ગાડી માથી બહાર આવીને એને સમજાવવા લાગ્યો, "બેન તમે શાંત થઈ જાઓ, ભૂલ જેની પણ હોય આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ, તમને અને મારા ડ્રાઇવર ને એની સખત જરૂર છે." તો પણ પેલી સ્ત્રી હજી ગુસ્સામાં જ હતી,"એટલે તમે kehva શું માંગો છો? હું ૧૦૮ બોલાવીને જતી રહીશ, તમે તમારા રસ્તે પડો." માંડ માંડ આનાકાની અને વાટાઘાટો કર્યા પછી અંતે હેત બન્નેને હોસ્પિટલ લઈને આવ્યો. સારવાર ચાલુ હતી, અને અચાનક યાદ આવ્યું કે હજી એરપોર્ટે પહોંચવાનું તો બાકી છે. ઘડિયાળ માં જોયું ૭ વાગ્યા હતા અને ૭:૪૫ ની તો ફ્લાઇટ હતી. મનમાં બબડ્યો, "ચાલો જ્યાં નસીબમાં પહોંચવાનું જ નથી લખ્યું ત્યાં પહોંચવા કેમ વલખાં મારવાં?" ત્યાં જ પાછળથી કોઈએ ખંભા પર હાથ મૂક્યો, "જો તમને મારા ડ્રાઇવિંગ પર ભરોસો હોય તો હું કાઈ મદદ કરી શકું મી. ફયુચર સી. ઇ.