સિગારેટ
યાદ છે તને, પેલા બગીચામાં જ્યારે આપણે મળતા ત્યારે તું અચૂક મને કહેતી કે, હું સાથે હોવ ત્યારે આવા ધુમાડા શું કરતો હોઈશ? તારી આદત હું છું.. ઇ નઈ... ઘડીક તો મને સૌતન જેવું લાગી આવે છે ને હું મોટું અટ્ટહાસ્ય કરીને વાત ફગાવી દેતો. છતાં તે મને તારું નામ કોતરેલું લાઈટર આપ્યું હતું, અને કીધું હતું, હું ક્યારેક નઈ જડું તો ફૂકી નાખજે એક બે...શું ખબર ધુમાડા સૂંઘીને હું પાછી આવી જાઉં!?" પણ સાલી તું આવતી કેમ નથી???" આલાપના મગજમાં બસ એવી જૂની યાદો ઘૂમતી રહેતી હતી. એક જમાનાનો ચેઇન સ્મોકર હવે રોજની એક જ સિગારેટ પીતો હતો. એ એકનું કારણ કોઈએ એને કોઈ પૂછે તો કહેતો,"ઇ એક સળગે અને પતે નહિ ત્યાં સુધી હું એની રાહ જોતો હોવ છું." અને લોકો એને હસી નાખતા. એની આવી છાપ ૪ મહિનાથી થઈ ગઈ હતી. આલાપની એક જ દિનચર્યા રહેતી. સવારે ઑફિસ જવાનું, વચ્ચે એક રિસેસમાં એક સિગારેટ અને સાંજે ૯ વાગે ઘરે જવાનું. એના ઘરે કોઈ હતું નહિ કે ઘરે એની રાહ જોવામાં આવે. કદાચ એટલે જ એની હરકતો ભટકેલા જેવી રહેતી હતી. એકદિવસ ઑફિસથી ઘરે જતા ૯ વાગી ગયા હતા. ના તો બસ મળે ના તો રિક્ષા. એણે ચાલતા ઘરે પહોંચવાની હિંમત કરી. શિયાળાની