Posts

Showing posts from April 6, 2020

અંધારિયે ઉજાસ ભાગ ૧

સવારની સાંજ થતાં જેમ વાર ન લાગે એમ હેત પૂરપાટે સફળ થઈ રહ્યો હતો. કોલેજમાં છવાયેલું વ્યક્તિત્વ ઉંચા હોદ્દાની નોકરી માટે એકદમ યોગ્ય લાગતું હતું. હેતના ઘરે જાહોજલાલી પણ એટલી જ ! એક સુખી પરિવાર અને ઘરનો નાનો દીકરો હેત ઘણો બોલકો હતો. પણ પરિવર્તનનો નિયમ તો માનવો જ રહ્યો, એ કૃષ્ણ હોય કે કંસ!  "ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે." -મરીઝ હેતના સિતારા જ્યારે આકાશમાં ઝગમગતા હતા ત્યારે જીવનમાં એક ખૂટતી વસ્તુ જડે છે, પ્રેમ. આ પ્રેમ જ ડુબાડે અને તારવે છે.  એક પોશ વિસ્તારમાં ઉજવાય રહેલી મહેફિલમાં હેત ની હાજરી હતી. અને ત્યાં જ ધડાધડ પેગ મારતી હોય એમ એક છોકરી મોજીટો ને ઘટઘટવી રહી હતી.  હેતથી રહેવાયું નહિ, "શું હું તમને એક વાત પૂછી શકું?"  એ છોકરી આવા અણધાર્યા સવાલથી લિજ્જત માણવામાં ખેદ આવ્યો હોય એમ બોલી," તમે નક્કી જ કર્યું છે પૂછવાનું તો હું ના નહિ પાડું."   હેત એ જ ઘડીએ આવો પ્રતિભાવ મળવાને લીધે હરખાયો." મને કેમ એવું લાગે છે કે તમે ગુજરાતમાં મહેમાન બનીને આવ્યા છે અને 'બ્રાન્ડેડ ડ્રિંક' ને યાદ કરો છે?"   એ છોકરી થોડું મલકાયન