Posts

Showing posts from February 2, 2020

તૂટેલું ઘર

મધરાતે શહેરમાં સન્નાટો હતો. આખું નગર સળગીને રાખનાં ધુમાડા કાઢતું હતું. તોફાન જ થયું હતું. બાકી કુદરત એટલી પણ ક્રૂર નથી હોતી જેટલો આજનો માણસ હોય છે. ઘર, બગીચા, રસ્તાઓ, બધે  ઠેર ઠેર કાળા ડામ દેખાતા હતા. કોઈ જનાવર પણ ચાલતા ચાલતા હતું હોય તો ડર લાગતો કે ક્યાંક આ પણ હુમલો ના કરી બેસે. આટલી હિંસા પછી પણ અમુક હિન્દુ મુસ્લિમ ની ટોળકીઓ જમાવટ કરીને કાલે શું કાવતરા કરીશું એની વાર્તાઓ ઘડતા હતા.  "માણસ તો શું સમજે છે, પાપ કરી ગંગામાં ધોશે, કુદરત જો જાણશે કાવતરા એના, વીણી વીણી ઘર સળગાવશે." એવામાં એક તૂટેલી બારીમાંથી હજી કોઈના ધ્રુજવા નો અવાજ આવતો હતો. એક ધુની ફકીર એ રસ્તે ચાલતો ચાલતો બોલે, "અલ્લાહ આજ ખફા હુઆ હૈ,"  એનો અવાજ પડઘાં પાડતો હતો. પણ એને કોઈના ધ્રુજવા નો અવાજ સંભળાયો. તરત બારી માથી ડોકિયું કાઢીને જોવે છે તો, એક ૨ વર્ષની છોકરી કથળેલ હાલતમાં રડતી હતી.  ફકીર જરા અલગારી હતો, "તું યહાં ક્યાં કર રહી હૈ? તૂફાન તો થમ ગયા, અબ લૌટ જા.' મુશ્કેલ એ હતી કે છોકરીને કઈ સમજ પડી નહિ.  ફકીર બીજી વાર બોલ્યો, "બચ્ચાં તેરા નામ બતા." છોકરી હજી બોલી નહ

અપરિણીત

| નથી પૂછતો ઓ સમય,  કે હજી તું દિલ પર સિતમ કેટલા? એટલું પ્રેમથી માત્ર કહી દે મને,  જોઇએ તારે આખર જખમ કેટલા?| -શૂન્ય પાલનપુરી "મારી માટે પાછું એ જ શહેર જવું અઘરું છે, હું એને ત્યાં મળ્યા વગર તો નહિ રહી શકું. પણ હું આટલા ટૂંકા સમયમાં એને શોધીશ કેમ?" આવા તો કંઇક કંઇક વિચારો મારા મગજ માં ચાલતા હતા. રસ્તો કપાતો હતો અને મારા ધબકારાની ગતિ વધતી હતી. જ્યારથી હૃદય કઠણ કર્યું છે ને, ત્યારથી એની ભાળ નથી મેળવી.  |ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું  બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું| -ઉમ્મર ખૈયામ "મિસ શિવાની, તમે સહયોગ ઇન્ફ્રા માથી આવો છો ને?" એક પાતળો સરખો, વાકડિયા વાળ અને મોઢા પર એકદમ સકારાત્મતા લઈને મને પૂછે છે.  "હા હું હજી ટેક્સી ની જ રાહ જોતી હતી. તમને રૂપક કંપની માથી મોકલ્યા છે?" "હા, હું નીરવ ભટ્ટ. કંપનીનો પ્રોજેક્ટ મેનેજર કમ ડ્રાઇવર."  હજી તો હું કઈ બોલવા જાવ એના પેલા જ,  "આજે કંપની માં ડ્રાઇવરો ની અછત છે, તો મને મોકલ્યો છે, એક મહિ

ઋણાનુબંધ

| "અવસર વહી જશે તો ફરી આવશે નહિ, આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે" | -શૂન્ય પાલનપૂરી શિયાળાની સવાર ને રવિવાર નો દિવસ. સમીર ૧૧ વાગ્યે ગાઢ નિંદ્રા માં હતો અને મોબાઇલ રણક્યો, જોયું તો દુબઈ એરપોર્ટ નો નંબર બતાવે. એક રીંગ વાગી, બીજી.. અને છેલ્લે ત્રીજી રીંગ એ ફોન ઉપાડ્યો. પેલી પાર થી કંઇક છોકરીનો અવાજ આવતો હતો જે માંડ ૩૦ સેકંડ ચાલ્યો. સમીર તો કંઈ જ બોલ્યો નહિ, અને ભાગ્યો ગાડી ની ચાવી લઈને અમદાવાદ એરપોર્ટ.  છેલ્લા એક દાયકા થી સમીરના જીવન માં ઘણા ઉતાર ચડાવ આવ્યા હતા. જો સમીર વિશે કહીએ તો એકદમ સીધો સામાન્ય પરિવાર નો છોકરો, લાંબો અને કોઈ પણ છોકરીને ગમી જાય એવું વ્યક્તિત્વ. ૧૨માં ધોરણ પછી મેડિકલ માં એડમીશન ના મળતા B.Pharm માં એડમીશન લીધું. પણ પૂરા ૪ વર્ષ ના કૉલેજકાળ માં રમતિયાળ કાનુડા ની જેમ ૧૦ ૧૨ જેટલા બ્રેક અપ થઈ ગયા.  એકદિવસ ભાઈબંધ સાથે મસ્તી કરતા મેસ માં એક છોકરીએ ચુપકી થી એની સેવન અપ ની બોટલ ની જગ્યા એ પોતાની મૂકી દીધી. આ હરકત ની ભનક આવતા જ સમીર ખેંચાઈને એ છોકરી તરફ ગયો અને પૂછ્યું, " હમણાં તે આ શું કર્યું?" " સમજી લે કે એ બોટલ નથી પણ મારું દિલ છે.

મિલાપ

શહેરના છેવાડે આવેલા દરિયાકાંઠે આકાશ બેઠો છે. એ શાંત પાણી ને શમી જતી સાંજમાં કંઇક નશો છે. આકાશ કંઇક લખવાની કોશિશ કરે. લખે પછી ફાડે વળી પાછો લખે અને ફાડે. એવું લાગતું હતું કે એની નોટબુક ના પાનાઓ ખાલી થઈ જશે પણ લખી નહી શકે.  "દરિયાના તોફાનથી તો બચી શકાય, પણ દિલમાં ઉપાડેલા તોફાન ને કેમ શમાવવો?" વાત ને જરા ભૂતકાળ માં રાખીને જોઈએ.  કોલેજ પત્યા ને એક મહિનો પણ નથી થયો ત્યાં ઇન્ટરવ્યુ માટે બુલાવો આવી ગયો હતો. નવા અનુભવ માટે આકાશ જેટલો ઉત્સાહી હતો એટલો જ નર્વસ. સમયસર પહોંચવું એ એની પહેલે થી આદત. ઇન્ટરવ્યુ છે, મોડા થોડી પહોંચાય?! Waiting room માં બેઠો છે ને એક છોકરી ઉતાવળી થઈને પૂછે છે, " એક્સ ક્યુઝ મી, એમ એન્ડ એસ કંપની ના ઇન્ટરવ્યુ માટે આ જ કેબિન છે ને? " આકાશ તો એને જોયા જ કરે, પળભર માં ક્યાંક ખોવાઈ ગયો હોય એમ સ્વસ્થ થતાં બોલ્યો," હા, તમે સાચી જગ્યા એ આવ્યા છો."  એ દિવસ તો આખો નીકળી ક્યાં ગયો ખબર ન પડી.  રાત ગઈ બાત ગઈ ની જેમ દિવસો જતા ગયા.  એકદિવસ એમ એન્ડ એસ માંથી નોકરી પાકી થવાના ખબર આવ્યા. આકાશ નો પરિવાર તો એકદમ ખુશ.  પણ સાલું એને મગજ માં