Posts

Showing posts from November 22, 2020

અતિશિયોકિતની સીમા ક્યાં સુધી?

  હમણાંથી   OTT ( over-the-top) પ્લેટફોર્મ ઘણું ફૂલ્યું ફાલ્યું છે. કોરોનાના રાજમાં હવે લોકો થિયેટર ભૂલી ગયા હશે , તો નેટફલીક્સ , અમેઝોન પ્રાઈમ ને આખું સિનેમા સમજી બેઠા છે. એના પર તો ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એમ છે. જેમકે , બધી વેબસિરીઝના પાત્રો , એમના ડાયલોગ કે પછી વધારે પડતા ખૂંખાર દૃશ્યો. વાત આ બધાની નથી. વાત લોકોની લાગણીઓની છે.   " સમલૈંગિકતા." ભારે શબ્દ છે , પણ ઘણો પેચીદો અને અઘરો છે. ઘણી સિરિયલમાં એને સામાન્ય દેખાડાય છે , જાણે એના પર ભાર મૂકીને સહમતિ આપવાની હોય. ક્યારેક એને સમસ્યા મૂકીને વાર્તા આગળ ચલાવાય છે. કદાચ તમે જોયું હશે , કે બે મિત્ર છોકરો અથવા બે મિત્ર છોકરી સાથે બે દૃશ્ય આવે એટલે સમજવું આગળની વાર્તા આ મુદ્દા પર જશે. અમુકવાર એમ નથી સમજાતું કે કુછ કુછ હોતા હૈ ના રાહુલ અને અંજલિ શક્ય હોય શકે , પણ આ પ્રકારની અતિશિયોકિત તો નહિ જ. દરેક સારા મિત્રો પાછળથી સંબંધ બાંધશે એવું નક્કી જ છે. આ વાક્યને સારથી બનાવીને , લોકોને આકર્ષવા સહેલા થઈ ગયા છે.    સરકરશ્રીના આદેશ મુજબ સમલૈંગિકતા શક્ય થઈ. ચાલો થોડા અંશે નેટફ્લીક્સ , એમેઝોન જેવા માધ્યમના લીધે લોકો સમજતા થયા , " એક

બોડી શેમિંગ!!

  " જય જિનેન્દ્ર આંટી " કોઈ પણ વિવેક ભૂલ્યા વગર શિવાની આવેલા મહેમાનોને વધાવે છે . " જય જિનેન્દ્ર બેટા , પણ આ શું ?? તું પેલા કરતા કેટલી જાડી થઈ ગઈ ? અને આ જો તો તારા મોઢા પર આટલા ખીલ ?? પ્રજ્ઞા તું ધ્યાન નથી રાખતી કે શું ?" અચાનક આવી ચડેલા રેખાબેનને જીવનમાં માત્ર પ્રજ્ઞાબેન અને શિવાની માટે જ ચિંતા હોય એમ બોલ્યાં . શિવાની ધડ દઈને બારણું પછાડતી રૂમમાં ઘૂસી જાય અને પ્રજ્ઞાબેન દુઃખ ઠાલવતા બોલે , " શું કરું બેન , આ કાઈ માનતી જ નથી ."   આ તો ખાલી એક દૃશ્ય જે દરેક ઘરમાં ચાલતું હોય છે . એમાં ખાલી છોકરીઓ જ નહિ પણ છોકરાઓ પણ ફસાયેલા લાગે છે . દુનિયાને એમ તો ઘણી ચિંતા છે , યુવાનો માટે ! પણ ક્યારેય એમના રૂમમાં ઝાખીને નથી જોયું કે બારણું પછાડીને જવાવાળી શિવાની શું કરતી હશે . એમ જોવા જઈએ તો આ બોડીશામિંગ ઘણું ઉપાડ્યું છે . કોઈ જોકસ મા , કોઈ ફરિયાદમાં , તો કોઈ ચિંતામાં , એકબીજાને વખોવતા લોકો ઘણી રીતે માનસિક આરોગ્ય બગાડી રહ્યા છે . સવાલ એ

અજુગતું

કોફી ટેબલ પર રાહ જોતા હવે કલાકથી પણ ઉપર થયું , હજી એ આવ્યો નહીં. સુજાતા જૂના દિવસો યાદ કરવામાં લાગી છે. ક્યારે એ આદિત્યને મળી , કેટલા વર્ષો સુધી બંને જોડે હતા , અને ઘણા બધા કિસ્સાઓ..   " મગજમાંથી હજી પણ એ ગયો નથી." સુજાતા પોતાની સાથે વાતો કરવામાં તલ્લીન હતી. એમ તો મોડા આવવાની આદત પોતાની હતી , પણ આજે એને મોડું થયું એમાં એ આદિત્યને શોધતી હતી. ખેર , હજી અડધી કલાક અને આદિત્ય કાફેમાં હજાર   થયો.   બે ઘડી પણ આંખ મટકાવી નહિ અને એકદમ નવો નક્કોર આદિત્ય જોતી રહી. એકદમ વ્યવસ્થિત કપડાં , વાળ ઓળેલા , હાથમાં મોંઘી ઘડિયાળ , બૂટ ચમકીલા , ચાલવાની છટા બદલાયેલી , મોઢા પર પરિપકવ હાસ્ય.     " આંખ તારી ઉપર ઠરી ના શકી , દિલમાં ભરપૂર ચાહ લાગે છે." - મરીઝ   " બાપરે.. આ મારો જ આદિ છે ?" સુજાતા બોલવાનું તો ચાલુ જ રાખે છે.   આદિને ટેબલ સુધી પહોંચતા વાર નથી લાગતી.   " હાય..સુજુ... ઓહ.. સુજાતા." આદિત્યને પેલી જ વારમાં જીભના લોચા વળી ગયા. "સુજાતા , તું હજી એવી જ લાગે છે , કોઈ ફર્ક નથી.."   " હા.. પહેલાની વાત અલગ હતી , તું આમ બોલીને મસ્તી નહ