Posts

Showing posts from April 18, 2020

અંધારીયે ઉજાસ ભાગ ૩

મનાલી: સલોની એના થોડા ગણેલા વીણેલા દોસ્તારો સાથે મનાલી પહોંચી ગઈ. રાજ, કિયારા, અને દેવ. આ જ એના બાળપણ ના મિત્રો અને એની જિંદગી. ચારેય મિત્રો એક જ સ્કૂલ માં ભણેલા અને એક જ કોલોની માં રહેલા. રાજ અને કીયારા એન્જિનિયરિંગ ની સેના માં ભરતી હતા, જ્યારે સલોની અને દેવ એમ.બી.બી.એસ. માં. જેમ બધાને ગોવા ના પ્લાન બનીને બધું વિખેરાય જાય, એમ સલોની ને હંમેશા મનાલી ના પ્લાન માં થતું. दोस्त भी ज़रूरी है, ज़िन्दगी के सफ़र में, रात को साथ चाय पीने मेहबूब नहीं आते। - गुलज़ार અંતે આજે એ બધા મનાલી પહોંચી જ ગયા. મનાલી એટલે સાહસ કરવાની જગ્યા જ્યાં સેવન સ્ટાર હોટેલ જેવી સગવડ લેવા જાઓ તો કુદરતના ખોળે રહેવાનું ચૂકી જાઓ. મનાલી ઉતર્યા પછી તરત ત્યાંના લોકલ બજારની મુલાકાત કરવાની હતી. દેવ એ હળવેથી રાજને કાન માં કહી નાખ્યું,". આજે પાકો મોકો છે, કહી દે તું ." રાજ અસ્વસ્થ થઈને," શું કહી દે? કોને કહી દે?" "એ જ જે તારે કહેવું છે અને તું બીકણ બિલાડી થઈને વર્ષો સુધી કહેતો નથી." "તું સીધી રીતે બોલ નહિ તો મજા નહિ આવે." "તો સાંભળ, મને ખબર છે તને કિયારાં થી લગાવ છે, અને