Posts

Showing posts from April 25, 2020

અંધારીયે ઉજાસ ભાગ ૪

जो साथ रहकर भी "साथ" ना हो, वो दूर ही रहे तो अच्छा है।" -गुलज़ार "હેલ્લો, હું હેત દિવાન, સલોની પુરોહિત આજે ડયુટી પર આવ્યા છે?" "સર, તમે એક દિવસમાં એક જ વાર ફોન કરો, જો આવી ગયા હશે તો હવે હું સામેથી ફોન કરીશ તમને." એમ કહીને ફોન મુકાય ગયો.  જેમ ચોમાસુ ચાલુ થઈ ગયું હોય પણ મોરના ટહુકા સાંભળતા ન  હોય એમ હેતને એના આવવાના સમાચાર મળતા નહોતા.  રોજ એના હોસ્પિટલના રસ્તે થી નીકળવું એની આદત થઇ ગઇ હતી.   બીજે જ દિવસે સવારે એ સિગ્નલ પર દેખાઈ. એકદમ પોશ ગાડી માં વગર ડ્રાઈવરે જતી મોટા બાપ ની છોકરી લાગતી હતી. આંખોમાં ખુન્નસ અને જરા વધારે પડતી ગતી સાથે લાલ સિગ્નલ જોતા એણે બ્રેક મારી. હંમેશા ની જેમ હેત ને આભાસ થયો હોય એમ લાગ્યું, પણ ના આ તો સાચે એ જ હતી. એ તરત ગાડી માથી ઉતર્યો અને એની બુલેટપ્રુફ કાચ માં ટકોરો માર્યો. પણ સલોનીએ એ બાજુ જોયું જ નહિ. જરા જોરથી ટકોરો સાંભળ્યો તો ખબર પડી આતો જાણીતો ચેહરો ! સલોનીની થોડી મુસ્કાન જોઇને હેતે અંદર આવવાનો ઈશારો કર્યો. હવે ના તો પડાશે નહિ એવું વિચારી સલોની એ દરવાજો ખોલ્યો. હેત પોતાની ગાડી સમી સરખે જગ્યા એ મૂકીને સલોની ની ગાડીમાં  બેઠો