Posts

Showing posts from May 2, 2020

અંધારીયે ઉજાસ ભાગ ૫

"इन्सान ज़िन्दगी में एकबार ही मोहब्बत करता है, बाकी की मोहब्बत वो पहेली को को भूलने करता है!" -गुलज़ार ડૉ. પ્રકાશે સલોનીને જીવ ની જેમ સાચવી હતી. એટલે એના જીવનમાં કોઈ ખોટ એમનાથી સહન નહોતી થતી. એ સાંજે ડો પ્રકાશ સલોની પાસે જાય  છે, "તું મને આ બધું ના કહેત તો, હું રાજને ઘરજમાઈ બનાવી લેત! " રમુજી અવાજમાં પપ્પાને સાંભળીને સલોની થોડું હસી.  " રાજ મારી પાસે આવ્યો હતો, તારો હાથ માંગવા...." ડો પ્રકાશ એ છાની વાત કહી.  "તમે તો હા પાડી દીધી હશેને...." સલોની તરત ચિંતામાં આવી ગઈ.  "મે ના પણ નથી પાડી. મને તમારા વચ્ચે શું ચાલે છે એ જાણ્યા વગર નિર્ણય લેવો યોગ્ય ના લાગ્યો. રાજ સારો છોકરો છે. અને તું એને પસંદ પણ કરે છે, નાનપણ થી તારી સાથે છે. "  "તમે એનો પક્ષ કેમ લ્યો છો?" સલોની ને જરા ના ગમ્યું.  "હું પક્ષ નથી લેતો, હું રસ્તો બતાવું છું. જો બેટા હેત જેવા તો આવે ને ઘડીભર રહીને જતા રહે. રાજ પહેલેથી છે અને તારી સાથે જ રહેશે." એક પપ્પાએ સમજાવાની કોશિશ કરી.  "રાજ મારો હતો જ નહિ, એ તો બીજી બાજુ ભાગ્યો હતો, એને ખબર પડી  કે હુ