Posts

Showing posts with the label વિચાર વિમર્શ

અતિશિયોકિતની સીમા ક્યાં સુધી?

  હમણાંથી   OTT ( over-the-top) પ્લેટફોર્મ ઘણું ફૂલ્યું ફાલ્યું છે. કોરોનાના રાજમાં હવે લોકો થિયેટર ભૂલી ગયા હશે , તો નેટફલીક્સ , અમેઝોન પ્રાઈમ ને આખું સિનેમા સમજી બેઠા છે. એના પર તો ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એમ છે. જેમકે , બધી વેબસિરીઝના પાત્રો , એમના ડાયલોગ કે પછી વધારે પડતા ખૂંખાર દૃશ્યો. વાત આ બધાની નથી. વાત લોકોની લાગણીઓની છે.   " સમલૈંગિકતા." ભારે શબ્દ છે , પણ ઘણો પેચીદો અને અઘરો છે. ઘણી સિરિયલમાં એને સામાન્ય દેખાડાય છે , જાણે એના પર ભાર મૂકીને સહમતિ આપવાની હોય. ક્યારેક એને સમસ્યા મૂકીને વાર્તા આગળ ચલાવાય છે. કદાચ તમે જોયું હશે , કે બે મિત્ર છોકરો અથવા બે મિત્ર છોકરી સાથે બે દૃશ્ય આવે એટલે સમજવું આગળની વાર્તા આ મુદ્દા પર જશે. અમુકવાર એમ નથી સમજાતું કે કુછ કુછ હોતા હૈ ના રાહુલ અને અંજલિ શક્ય હોય શકે , પણ આ પ્રકારની અતિશિયોકિત તો નહિ જ. દરેક સારા મિત્રો પાછળથી સંબંધ બાંધશે એવું નક્કી જ છે. આ વાક્યને સારથી બનાવીને , લોકોને આકર્ષવા સહેલા થઈ ગયા છે.    સરકરશ્રીના આદેશ મુજબ સમલૈંગિકતા શક્ય થઈ. ચાલો થોડા અંશે નેટફ્લીક્સ , એમેઝોન જેવા માધ્યમના લીધે લોકો સમજતા થ...

બોડી શેમિંગ!!

  " જય જિનેન્દ્ર આંટી " કોઈ પણ વિવેક ભૂલ્યા વગર શિવાની આવેલા મહેમાનોને વધાવે છે . " જય જિનેન્દ્ર બેટા , પણ આ શું ?? તું પેલા કરતા કેટલી જાડી થઈ ગઈ ? અને આ જો તો તારા મોઢા પર આટલા ખીલ ?? પ્રજ્ઞા તું ધ્યાન નથી રાખતી કે શું ?" અચાનક આવી ચડેલા રેખાબેનને જીવનમાં માત્ર પ્રજ્ઞાબેન અને શિવાની માટે જ ચિંતા હોય એમ બોલ્યાં . શિવાની ધડ દઈને બારણું પછાડતી રૂમમાં ઘૂસી જાય અને પ્રજ્ઞાબેન દુઃખ ઠાલવતા બોલે , " શું કરું બેન , આ કાઈ માનતી જ નથી ."   આ તો ખાલી એક દૃશ્ય જે દરેક ઘરમાં ચાલતું હોય છે . એમાં ખાલી છોકરીઓ જ નહિ પણ છોકરાઓ પણ ફસાયેલા લાગે છે . દુનિયાને એમ તો ઘણી ચિંતા છે , યુવાનો માટે ! પણ ક્યારેય એમના રૂમમાં ઝાખીને નથી જોયું કે બારણું પછાડીને જવાવાળી શિવાની શું કરતી હશે . એમ જોવા જઈએ તો આ બોડીશામિંગ ઘણું ઉપાડ્યું છે . કોઈ જોકસ મા , કોઈ ફરિયાદમાં , તો કોઈ ચિંતામાં , એકબીજાને વખોવતા લોકો ઘણી રીતે માનસિક આરોગ્ય બગાડી રહ્યા છે . સવાલ એ...