અંધારિયે ઉજાસ ભાગ ૧

સવારની સાંજ થતાં જેમ વાર ન લાગે એમ હેત પૂરપાટે સફળ થઈ રહ્યો હતો. કોલેજમાં છવાયેલું વ્યક્તિત્વ ઉંચા હોદ્દાની નોકરી માટે એકદમ યોગ્ય લાગતું હતું. હેતના ઘરે જાહોજલાલી પણ એટલી જ ! એક સુખી પરિવાર અને ઘરનો નાનો દીકરો હેત ઘણો બોલકો હતો. પણ પરિવર્તનનો નિયમ તો માનવો જ રહ્યો, એ કૃષ્ણ હોય કે કંસ! 

"ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે."
-મરીઝ


હેતના સિતારા જ્યારે આકાશમાં ઝગમગતા હતા ત્યારે જીવનમાં એક ખૂટતી વસ્તુ જડે છે, પ્રેમ. આ પ્રેમ જ ડુબાડે અને તારવે છે. 
એક પોશ વિસ્તારમાં ઉજવાય રહેલી મહેફિલમાં હેત ની હાજરી હતી. અને ત્યાં જ ધડાધડ પેગ મારતી હોય એમ એક છોકરી મોજીટો ને ઘટઘટવી રહી હતી. 
હેતથી રહેવાયું નહિ, "શું હું તમને એક વાત પૂછી શકું?"
 એ છોકરી આવા અણધાર્યા સવાલથી લિજ્જત માણવામાં ખેદ આવ્યો હોય એમ બોલી," તમે નક્કી જ કર્યું છે પૂછવાનું તો હું ના નહિ પાડું." 
 હેત એ જ ઘડીએ આવો પ્રતિભાવ મળવાને લીધે હરખાયો." મને કેમ એવું લાગે છે કે તમે ગુજરાતમાં મહેમાન બનીને આવ્યા છે અને 'બ્રાન્ડેડ ડ્રિંક' ને યાદ કરો છે?" 
 એ છોકરી થોડું મલકાયને વળતો જવાબ આપે છે, "અમુક શોખ પૂરા ન થાય તો અફસોસ કરવાની જગ્યાએ જે છે એમાં આનંદ લેવો એવું મારું માનવું છે."
 એમ તો અત્યાર સુધી હેતની આખી નજર એના પર પડી નહોતી, પણ વાતમાં જ કઈક અલગ ઊર્જા લગતા એના જવાબ પછી બે ક્ષણમાં એને આખી નજરે કરી. એવું કહીએ તો જાણે એને નજરમાં કેદ કરી લીધી. થોડી સાવલી પણ નમણી લાગતી એ છોકરી એ આછા લાલ રંગની સાડી પહેરી હતી. પણ અંદાજ એવો હતો કે ભલભલા વિદેશી પહેરવેશ ને પાછળ મૂકી દે. 

"હવે તો મૌસમ પણ દાદાગીરી કરે છે,
તારી હરોળ માં કોઈક આવ્યું તો ખરી!" 

 "હેલો, હું હેત દિવાન. આશિયાના કંપનીનો એક માત્ર પ્રોજેક્ટ મેનેજર અને ભવિષ્યનો સી ઈ ઓ." હેત એ હાથ લંબાવતા કહ્યું. 
 "હું સલોની પુરોહિત. એક મામૂલી ઇન્ટર્ન છું તમારા જેવી ઊંચી કંપનીમા." મોજીતોનો  ખાલી ગ્લાસ બાજુ પર મૂકી વાત આગળ વધારતા બોલી, "મને એવું કેમ લાગે છે કે તમે વર્તમાન કરતા ભવિષ્ય પર વધારે નજર રાખતાં હશો." 
 હેતને વળતો જવાબ મળતા સરખી ટક્કરનો અનુભવ થયો. પણ એક ઇન્ટર્ન ના મોઢે આવું સાંભળીને હવે પોતાની આબરૂ તો બચાવવી જ રહી. "મને મારું ધ્યેય ખબર છે અને હું એને પામીશ એની મને ખાત્રી છે." 
 આટલું સારું પાસુ ફેક્યા પછી પણ સલોની ને કોઈ અસર થઈ નહોતી. પણ એ રાતે હેત ને ચોક્કસ એ મગજમાં ચડી ગઈ હતી. 
 આ વાતને ઘણો સમય વિતિ ગયો હતો અને હેત પણ આ બે ઘડીના મિલાપ ને જાણે ભૂલવા આવ્યો હતો. 

"આજે તને મળ્યા પછી,
મન બદલાય ગયું,
લાગ્યું કે એક દિવસ
તારા પ્રેમ માં પડીશ તો ખરી." 

એક વહેલી સવારે એરપોર્ટે નીકળવા હેતને મોડું થઈ રહ્યું હતું, ફટાફટ ટેક્સી રોકીને એ નીકળ્યો, ડ્રાઇવર ને ઝડપથી ગાડી ચલાવવાનું કહીને લેપટોપમાં કઈક અગત્યના કામ નીપતાવતો હતો. ત્યાં જ જબરજસ્ત બ્રેક વાગીને ટેક્સી જરા અથડાય ગઈ. 
લેપટોપ તો ક્યાંય કટકા થઈ ગયું અને ડ્રાઈવરનો હાથ તૂટી ગયો. પણ ભગવાન ભરોસે હેત ને કઈ ઇજા નહોતી થઈ. થોડું ભાન આવતા જોયું તો સામે એક ૪૦ ૪૫ વર્ષની સ્ત્રી એક્ટિવા ની નીચે પડી દબાયેલી હતી અને ઊભા થવાના પ્રયાસો કરતી હતી. (ક્રમશ:) 

Comments

  1. Memsaab ese baatein adhuri nahi 6oda karte..... kharekhar bo j sari story 6e....

    I want part -2

    ReplyDelete
  2. Thank you for reading!!
    Will publish next part soon.

    ReplyDelete
  3. લેખ માં વચ્ચે વચ્ચે ગુજરાતી તેમજ હિન્દી શાયરી નો ઉપયોગ સરસ રીતે કર્યો છે. લખવાની ઢબ પણ આગવી છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!