અંધારીયે ઉજાસ ભાગ ૨

"जिंदगी में एक बात तो तय है कि
तय कुछ भी नहीं है।"

રસ્તો સુમસાન હતો એટલે ભીડના એકઠા થવાથી હેત અને એનો ડ્રાઇવર બચી ગયા હતા, પણ આતો અમદાવાદી નારી! એમ કઈ મૂકે? પોતાના ઘા ની પરવા કર્યા વગર ઝટકા સાથે એ તો ઉભી થઇ અને ડ્રાઇવરની સામે જોઇને શબ્દોના ઘા ચાલુ કર્યા. હેત ગાડી માથી બહાર આવીને એને સમજાવવા લાગ્યો, "બેન તમે શાંત થઈ જાઓ, ભૂલ જેની પણ હોય આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ, તમને અને મારા ડ્રાઇવર ને એની સખત જરૂર છે."
તો પણ પેલી સ્ત્રી હજી ગુસ્સામાં જ હતી,"એટલે તમે kehva શું માંગો છો? હું ૧૦૮ બોલાવીને જતી રહીશ, તમે તમારા રસ્તે પડો."
માંડ માંડ આનાકાની અને વાટાઘાટો કર્યા પછી અંતે હેત બન્નેને હોસ્પિટલ લઈને આવ્યો.

સારવાર ચાલુ હતી, અને અચાનક યાદ આવ્યું કે હજી એરપોર્ટે પહોંચવાનું તો બાકી છે. ઘડિયાળ માં જોયું ૭ વાગ્યા હતા અને ૭:૪૫ ની તો ફ્લાઇટ હતી. મનમાં બબડ્યો, "ચાલો જ્યાં નસીબમાં પહોંચવાનું જ નથી લખ્યું ત્યાં પહોંચવા કેમ વલખાં મારવાં?"
ત્યાં જ પાછળથી કોઈએ ખંભા પર હાથ મૂક્યો, "જો તમને મારા ડ્રાઇવિંગ પર ભરોસો હોય તો હું કાઈ મદદ કરી શકું મી. ફયુચર સી. ઇ. ઓ?"
વળીને જોયું તો એ જ લાલ સાડી વાળી મજાક ઉડાવતી નજરે જોઈ રહી હતી. થોડીવાર તો હેતને ભ્રમ જેવું લાગ્યું પણ કઈક તો વાત હતી એ છોકરીમાં!

"જેમ વરસાદ માટે મલ્હાર ગુંજવે કવિ,
એમ તને હું યાદ આવીશ ખરી..."

"તમે અહ્યાં? એ પણ આટલી વહેલી સવારે?"
"આ હોસ્પિટલ મારા પપ્પાં નું છે અને આજે હોસ્પિટલની જવાબદારી મારી છે. તમે જેની સાથે અથડાયા છો એ મારી બહેન છે."
હેત કાઈ પણ બોલે એના પહેલાં," અરે, હું તો કહેવાનું ભૂલી ગઈ કે હું આટલી મોટી હોસ્પિટલમાં જ ઇન્ટર્ન છું."
"કોઈ ......" હજી હેતનું આખું વાક્ય પૂરું થાય એ પહેલાં જ સલોની એ અટકાવ્યો, "બાકીની વાતો ગાડીમાં કરીએ? નહીતો તમારા વગર ફ્લાઇટ નહિ ઉપાડે કદાચ!"
"તમે પણ મજાક કરો છો મારી!"
સલોની એ એરપોર્ટ નો રસ્તો પકડ્યો, પણ એણે તો પળવારમાં સાદી ગાડી ને રેસિંગ કાર માં ફેરવી નાખી.
"તમે થોડું ધીમે ચલાવો, એવું ન થાય પાછું આપણે તમારા હોસ્પિટલ જ જવું પડે."
"તમે કાઈ જ ના બોલો, બસ ભરોસો રાખો."

"ऐसी अनजानी राह पे ना ले चलो मुझे,
जो राह खतम होने पर कुछ गुमाने का एहसास हो।"

૭:૩૬ એ તો સલોનીએ હેતને પહોંચાડી દીધો. હેત કાઈ પણ બોલ્યા વગર ભાગ્યો ચેક ઇન વિભાગ તરફ, પણ આ વખતે  સલોનીને હેત નામથી જ પ્રેમ થવા લાગ્યો.
હેત આરામથી પોતાની જગ્યા એ બેસી તો ગયો, પણ હજી સલોનીને ઘણા સવાલ પૂછવાના બાકી હતા, મગજ તો ઘણું ચકરાવે ચડ્યું હતું, ઉપરથી તૂટેલું લેપટોપ લઈને કોઈ સારો સોદો કરવા જવાનો હતો. મનમાં ઘણા વિચારો ચાલતા હતા અને બાજુમાંથી કોઈ અવાજ આવ્યો," બેટા, મને બારી પાસે બેસવા દઈશ? શું છે ને, હું જીવનમાં પહેલીવાર પ્લેન માં બેઠો છું અને મુસાફરી ૨ કલાકની જ છે."
"હા, ચોક્કસ અંકલ. " કહીને હેતે જગ્યા બદલી.
હેત દયામણી નજરે લેપટોપ સામે જોઈ રહ્યો હતો અને ૨ કલાક વિચારતા વિચારતા નીકળી ગયા.

વગર લેપટોપ એ એણે કંપની નો સોદો તો સારો કર્યો અને માલિક તરફથી અભિવાદન પણ મળ્યું. હવે બસ પાછું અમદાવાદ જઈને પેલાં સવાલ જવાબ કરવાના બાકી હતા.
બીજી સવારે અમદાવાદ પહોંચીને ઘરે જવાને બદલે એ પેલાં હોસ્પિટલ પહોંચ્યો. રિસેપ્શન ટેબલ પરની છોકરી ને પૂછ્યું,"હું સલોની ને મળવા માંગુ છું, એ ક્યાં મળશે?"
"એ તો કાલે જ હજી કુલું મનાલી ફરવા માટે નીકળી ગયા છે. કાઈ મહત્વનું કામ હોય તો કહો હું મેસેજ પહોંચાડી દઈશ.*
"શું તમે એમનો ફોન નંબર આપી શકો?"
" સોરી સર, એવું હું નહિ કરી શકું. પણ તમે હોસ્પિટલ પર ફોન કરીને પૂછતા રહજો."

"નજરની પાબંદી લગાવી દીધી છે તે,
તારી સિવાય બીજા કોઈ પર પડતી જ નથી."
(ક્રમશ:). 

Comments

  1. Shu aa prem j 6e je dur rehvani sakti aape 6e,,, joyu hoi to loko raah jova ma etla khovai jai 6e ke,, samay nu b bhan nathi rehtu..
    ..
    .
    .
    .
    .
    Koi k hoy 6e je pal pal yaad kare 6e,, n koi Eva b hoy 6e je yaad ma j puru jeevan vayatit kari de 6e...

    ReplyDelete
  2. વાર્તા માં વિરામ (ક્રમશ:) બિલકુલ સચોટ જગ્યાએ મુક્યો છે..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!