અંધારીયે ઉજાસ ભાગ ૩

મનાલી:

સલોની એના થોડા ગણેલા વીણેલા દોસ્તારો સાથે મનાલી પહોંચી ગઈ. રાજ, કિયારા, અને દેવ. આ જ એના બાળપણ ના મિત્રો અને એની જિંદગી. ચારેય મિત્રો એક જ સ્કૂલ માં ભણેલા અને એક જ કોલોની માં રહેલા. રાજ અને કીયારા એન્જિનિયરિંગ ની સેના માં ભરતી હતા, જ્યારે સલોની અને દેવ એમ.બી.બી.એસ. માં. જેમ બધાને ગોવા ના પ્લાન બનીને બધું વિખેરાય જાય, એમ સલોની ને હંમેશા મનાલી ના પ્લાન માં થતું.

दोस्त भी ज़रूरी है, ज़िन्दगी के सफ़र में,
रात को साथ चाय पीने मेहबूब नहीं आते।
- गुलज़ार

અંતે આજે એ બધા મનાલી પહોંચી જ ગયા. મનાલી એટલે સાહસ કરવાની જગ્યા જ્યાં સેવન સ્ટાર હોટેલ જેવી સગવડ લેવા જાઓ તો કુદરતના ખોળે રહેવાનું ચૂકી જાઓ. મનાલી ઉતર્યા પછી તરત ત્યાંના લોકલ બજારની મુલાકાત કરવાની હતી.
દેવ એ હળવેથી રાજને કાન માં કહી નાખ્યું,". આજે પાકો મોકો છે, કહી દે તું ."
રાજ અસ્વસ્થ થઈને," શું કહી દે? કોને કહી દે?"
"એ જ જે તારે કહેવું છે અને તું બીકણ બિલાડી થઈને વર્ષો સુધી કહેતો નથી."
"તું સીધી રીતે બોલ નહિ તો મજા નહિ આવે."
"તો સાંભળ, મને ખબર છે તને કિયારાં થી લગાવ છે, અને એ પણ ઘણા સમયથી....."
"મારે આ બાબત પર વાત નથી કરવી."
"તારા ફાયદામાં છે, બાકી તારી મરજી."
સેના ને યુદ્ધ પહેલાં જેમ હિંમત આપવામાં આવે એમ દેવ એ ઘણી કોશિશ કરી નાખી હતી. પણ હવે એના એક ના એક પ્રસ્તાવથી રાજ કંટાળી ચૂક્યો હતો. ના, ખરેખર તો એ પોતાના નિર્ણયથી કંટાળ્યો હતો.
"જો દેવ, આજના દિવસમાં થાય તો ઠીક છે,બાકી હું ક્યારેય નથી કહેવાનો એને.."
એમ કહીને રાજ આગળ નીકળી ગયો. અને આ બધું સલોની સાંભળતી હતી.
"તમે લોકો છોકરીઓની જેમ ધીમે નથી બોલી શકતા ?" કહીને દેવને ટપલી મારી.
"ભાઈબંધ આપણો એક જ છે, હું તો ધ્યાન રાખતો હતો."
"અને મારું શું?"
"તારું એટલે?"
"મને પણ...." કહીને એ અટકી ગઈ. દેવને થોડી ખબર પડી પણ,જરાય માન્યમાં ના આવતું હોય એમ એની પાછળ દોડ્યો.
"તું આખું બોલ, અડધામાં મજા નથી."
"તું સમજી જા, "
"છોકરીઓ નો આ જ વાંધો છે, શું સમજવું મારે?"
સવાલનો જવાબ તો એની પાસેથી મળવો રહ્યો. અને દેવ ગયો રાજને એકદમ સરળ પ્રોપોઝલ નો પ્લાન આપવા. દિવસ તો એમ જ નીકળી ગયો વિચાર વિચાર મા! ખાલી કીયારાં મનાલીની બજારમાં વેકેશન માણતી હતી.

જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ,
એક તો ઓછી મદિરા ને ગળતું જામ છે.
- મરીઝ

સાંજ પડી. પંખીઓ માળામાં પાછા ફરે એમ બધાને પોતપોતાના ટેન્ટ પર પાછું આવવું પડયું.અને પછી એ જ આખા ગ્રુપ સાથે કેમ્પ ફાયર કરીને વાતાવરણમાં પલટો લાવવાની કોશિશ. રાજ ને શૂરાતન ઉપડ્યું કે માઈક હાથ માં લઈને સ્ટેજ પર ચડી ગયો, થોડી આડી અવળી વાતો કરીને, હાથમાં ગિટાર લઈને એકાદું બોલિવૂડનું ગીત ગાઈ નાખ્યું. છેલ્લે આતિફ અસ્લમ જેમ લાઈવ કોન્સર્ટ માં પૂર્ણાહુતિ કરે એમ ગિટાર ના છેલ્લા સુર માં ," કિયરા, I love you..." કરીને પૂરું કર્યું. ત્યાં રહેલી બધી માનવ મેદના તો ચિચિયારી પાડવામાં માથી ઉંચી નહોતી આવતી,ત્યાં કિયરાં એ બૂમ પાડી, " રાજ, હું નહિ સલોની...."

फ़िक्र है तो लड़ना ज़रूरी है,
वरना खामोशी रिश्ते तोड़ देती है।
-गुलज़ार

બધે સન્નાટો છવાઈ ગયો. રાજ કઇ પણ બોલ્યા વગર સ્ટેજ ની નીચે ઉતર્યો, એની આંખો સોનાલીને શોધતી હતી અને કીયારાને સવાલ પૂછતી હતી,"તને પહેલીથી ખબર હતી?"
"શું? Saloni loves you?"
"એટલે હા.... ના..."
"શું હા ના, હા ના! એને શોધવાથી નથી મળવાની, એતો તત્કાળ વાળી ટ્રેનમાં  અમદાવાદ ચાલી ગઈ..."
દેવ અને રાજ બંને એકબીજાની સામે જોવા લાગ્યા. આ તો સાલું ગણિતથી પણ અઘરો પ્રયોગ નીકળ્યો હોય એમ રાજને નાપાસ હોવાનો આભાસ થયો. રાજ એ કાઈ પણ વિચાર્યા વગર સલોનીને એક મેસેજ કરી દિધો." હું તારા પ્રેમને આદર કરું છું,અને તારી પાછળ અમદાવાદ આવું છું."

દિલમાં સૌને આવવા દઈએ છીએ પણ શક ન કર,
તું વસે છે જ્યાં ત્યાં કોઈને જવા દેતા નથી.
- બેફામ

(ક્રમશ:) 

Comments

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!