અંધારીયે ઉજાસ ભાગ ૪

जो साथ रहकर भी "साथ" ना हो,
वो दूर ही रहे तो अच्छा है।"
-गुलज़ार

"હેલ્લો, હું હેત દિવાન, સલોની પુરોહિત આજે ડયુટી પર આવ્યા છે?"
"સર, તમે એક દિવસમાં એક જ વાર ફોન કરો, જો આવી ગયા હશે તો હવે હું સામેથી ફોન કરીશ તમને." એમ કહીને ફોન મુકાય ગયો. 
જેમ ચોમાસુ ચાલુ થઈ ગયું હોય પણ મોરના ટહુકા સાંભળતા ન
 હોય એમ હેતને એના આવવાના સમાચાર મળતા નહોતા.  રોજ એના હોસ્પિટલના રસ્તે થી નીકળવું એની આદત થઇ ગઇ હતી. 
 બીજે જ દિવસે સવારે એ સિગ્નલ પર દેખાઈ. એકદમ પોશ ગાડી માં વગર ડ્રાઈવરે જતી મોટા બાપ ની છોકરી લાગતી હતી. આંખોમાં ખુન્નસ અને જરા વધારે પડતી ગતી સાથે લાલ સિગ્નલ જોતા એણે બ્રેક મારી. હંમેશા ની જેમ હેત ને આભાસ થયો હોય એમ લાગ્યું, પણ ના આ તો સાચે એ જ હતી. એ તરત ગાડી માથી ઉતર્યો અને એની બુલેટપ્રુફ કાચ માં ટકોરો માર્યો. પણ સલોનીએ એ બાજુ જોયું જ નહિ. જરા જોરથી ટકોરો સાંભળ્યો તો ખબર પડી આતો જાણીતો ચેહરો ! સલોનીની થોડી મુસ્કાન જોઇને હેતે અંદર આવવાનો ઈશારો કર્યો. હવે ના તો પડાશે નહિ એવું વિચારી સલોની એ દરવાજો ખોલ્યો. હેત પોતાની ગાડી સમી સરખે જગ્યા એ મૂકીને સલોની ની ગાડીમાં  બેઠો. 
 "તમને કોઈ ઓળખીતું મળે એટલે આમ જ ગાડીમાં આવી જાવ છો કે ખાલી છોકરીઓ એકલી જતી હોય ત્યારે જ?" સલોનીને એના સ્વભાવ મુજબ પુછાઇ ગયું. 
"છોકરીઓ ડ્રાઇવ કરતી હોય એની સાથે સફર કાપવાની મજા આવે છે મને." આ વખતે હેત કંઇજ ચૂકવા નહોતો માંગતો. 
"તો... તમે ૨ જ દિવસની મુલાકાતે હતા?"
"ક્યાં?"
"કુલુ મનાલી હતા ને?" 
"તમે એટલી ખબર રાખો છો, એને મારે શું સમજવું?" સલોની અત્યારે કોઈ મજાકના મિજાજમાં નહોતી. 
"કહેવાય તો નહિ, પણ તમને જે દિવસથી મોજીતો પીતાં જોયા, મનમાંથી હજી ગયા નથી." હેત ક્યારનો આ વાક્ય બોલવાની રાહ જોતો હોય એમ ગોખેલું બોલી ગયો. 
"મને ખબર નહોતી, તમારામાં આટલી હિંમત હશે. હું ચાહું તો તમને અત્યારે જ રસ્તા પર ઉતારી શકું છું." 
"તમે કહો તો ગમે ત્યાં ઉતરી જઈશ, પણ આજે એક કોફી પીવી પડશે મારી સાથે." 

"એકલતા નું મેં તો કેવું ભાથું ગુથ્યુ,
ના મળ્યું મને ક્યાંય સ્નેહ નું પગથિયું..!"
-નૃપેન વડોદરીયા


આમ પણ સલોની નું મન ચકરાવે ચડ્યું હતું અને કઈક ચિત ચોંટે એવું કરવું જરૂરી હતું એટલે એણે એના મનપસંદ કાફે તરફ ગાડી વાળી દીધી. બન્ને બેઠા અને હેતે તરત પૂછ્યું, "એ દિવસે હું જે બહેનને તમારા હોસ્પિટલ લઈને આવ્યો એ તમારા સગા બહેન હતા, તો એણે તમને ઓળખ્યા કેમ નહિ?" 
"અંગત પ્રશ્ન પૂછવાનો આ સારો રસ્તો છે." સલોનીને આ ગમ્યું નહિ. 
"પણ હું કહેવાથી શરમાતી નથી, કે મારી બહેન ને ભૂલવાની બીમારી છે. એ મને શું, કોઈવાર પપ્પાને પણ ભૂલી જાય છે." 
કદાચ હેતને સવાર સવારમાં આવો પ્રશ્ન ના પૂછવો જોઈએ એવું લાગ્યું." સોરી, મને નહોતી ખબર. " 
"હા, પંચાત કર્યા પછી લોકો આવું જ કહેતા હોય છે. વાંધો નહિ."
સલોનીએ વાત આગળ વધારતા કહ્યું," શું તમને હું ખરેખર પસંદ છું કે ખાલી આમ કોશિશ કરો છો કોઈ ગર્લફ્રેન્ડ બની જાય?" 
હેતને આ જ સવાલ માં રુચિ હતી," હા એટલે ખરેખર. ગમો છો." 
"જો હું કહું કે મને બીજું કોઈ ગમે છે તો?" સલોની ચાલ ચાલતી હોય એમ હકીકત પણ કીધી અને ના પણ પાડી દીધી. 
"જે પણ હોય, મને લાગે છે એણે હજી એકરાર નહિ કર્યો હોય અને શું ખબર એને તમારા માટે કાઈ હશે કે નહિ." હેત એ એમ જ રાહ જોઈને દિવસો નહોતા કાઢ્યાં. 
" સમય જ બતાવશે ને કોણ કોના ભાગ્યમાં રહેશે." સલોનીને હેત નું વાક્ય ખાસ ગમ્યું નહિ. 

"ક્યારેક એવું ના થાય, 
હું તને માંગુ અને તું ગળે લાગીને પૂછે
"બીજું કંઈ??"
-વેદિકા શાહ

એ દિવસ પછી દર બે દિવસે ભેગા થવાનો શોખ ચાલુ રહ્યો, છૂટા પડતાં વખતે આગળની મુલાકાત નો સમય અને જગ્યા નક્કી થઈ જતાં. જ્યારે પણ હેત ફોન નંબર માંગતો, સલોની આપવામાં માનતી નહિ. અને કહેતી,"મને સોશીયલ મીડિયાથી દૂર જ રાખ, વધારામાં તું કહે ત્યાં હું પહોંચી જાવ છું, જરૂર નથી ફોન નંબર ની.." 

"આજે એક બપોર તારી સાથે વિતાવી,
..તો સાંજ પણ નશીલી થવા લાગી."
-વેદિકા શાહ

પણ હેતને શું ખબર હતી કે એણે રાજથી દૂર રહેવા ફોન વાપરવાનું જ બંધ કર્યું હતું. અને હવે રાજને મળવાની ખાસ તાલાવેલી લાગી હતી. હોસ્પિટલમાં ક્યાંય સલોની દેખાય નહિ, ફોન લાગે નહિ, ઘરે હોય તો પણ મળે નહિ, આવું મહિના દિવસથી ચાલતું રહ્યું. સલોનીને હેત સાથે સમય ક્યાં નીકળી ગયો ખબર જ નહોતી રહી. ગમે તેટલો હેત એનો થવાની કોશિશ કરે, સલોનીને મન માથી રાજ જતો જ નહિ. 

પ્રકાશ પુરોહિત, એટલે કે શહેરના જાણીતા ડોક્ટર દર્દ સાથે પોતાની લાડકી નું દર્દ પણ સૂંઘી લેતા હતા. પણ આવા મનના ગોટાળામાં સલોની એના પપ્પાને કહેવાનું માનતી નહોતી. છતાં થોડું બળ વાપરી અને લાગણીની માયાજાળ કરીને એના પપ્પા એ આખી વાર્તા ૪ દિવસમાં સલોની પાસેથી કઢાવી લીધી. 
(ક્રમશ:)

Comments

  1. As expected, a new twist....very nice script....waiting and damn exicted for next part) 👍👍👍👌

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!