અંધારીયે ઉજાસ ભાગ ૫

"इन्सान ज़िन्दगी में एकबार ही मोहब्बत करता है,
बाकी की मोहब्बत वो पहेली को को भूलने करता है!"
-गुलज़ार

ડૉ. પ્રકાશે સલોનીને જીવ ની જેમ સાચવી હતી. એટલે એના જીવનમાં કોઈ ખોટ એમનાથી સહન નહોતી થતી. એ સાંજે ડો પ્રકાશ સલોની પાસે જાય  છે, "તું મને આ બધું ના કહેત તો, હું રાજને ઘરજમાઈ બનાવી લેત! " રમુજી અવાજમાં પપ્પાને સાંભળીને સલોની થોડું હસી.
 " રાજ મારી પાસે આવ્યો હતો, તારો હાથ માંગવા...." ડો પ્રકાશ એ છાની વાત કહી.
 "તમે તો હા પાડી દીધી હશેને...." સલોની તરત ચિંતામાં આવી ગઈ.
 "મે ના પણ નથી પાડી. મને તમારા વચ્ચે શું ચાલે છે એ જાણ્યા વગર નિર્ણય લેવો યોગ્ય ના લાગ્યો. રાજ સારો છોકરો છે. અને તું એને પસંદ પણ કરે છે, નાનપણ થી તારી સાથે છે. "
 "તમે એનો પક્ષ કેમ લ્યો છો?" સલોની ને જરા ના ગમ્યું.
 "હું પક્ષ નથી લેતો, હું રસ્તો બતાવું છું. જો બેટા હેત જેવા તો આવે ને ઘડીભર રહીને જતા રહે. રાજ પહેલેથી છે અને તારી સાથે જ રહેશે." એક પપ્પાએ સમજાવાની કોશિશ કરી.
 "રાજ મારો હતો જ નહિ, એ તો બીજી બાજુ ભાગ્યો હતો, એને ખબર પડી  કે હું એની પસંદ છું, એટલે એકનો એક જમાઇ બનવા અને સંપતિ માટે આવ્યો છે. રાજ સ્વાર્થી છે પપ્પા!"
 "બેટા, એમાં કાઈ ખોટું નથી, રાજનો પરિવાર પણ સદ્ધર છે, એ પણ એકનો એક છે, થોડો સ્વાર્થ તો સંબંધમાં હોવો જોઈએ, નહિ તો ત્રાજવું સરખું માપ કેવી રીતે તોળે? બાકી તારી ઈચ્છા બેટા, હું દબાવ નહિ કરું." ડૉ પ્રકાશ એની જીદ પર જ રહ્યા.
સલોની એ એના પપ્પાને એક વહાલભરી ભેટ આપીને બોલી, "મને નથી ખબર મને શું જોઈએ છે! પણ હું પહેલાં કઈક બની જાઉં, પછી નક્કી કરીએ કે કોની સાથે રહેવું મારે!"
"ચાલો પપ્પા હું નીકળું, મારે હોસ્પિટલ પહોંચવાનું છે, duty is duty."
" સાંભળ બેટા, તારે કદાચ લગ્ન ના કરવા હોય તો પણ મને વાંધો નથી..." કહીને ડો પ્રકાશ દિકરી પર ગર્વ લેતા બોલ્યા.


"બસ અંતરાયો વટાવી જાવ છું,
હું માનવી..
માત્ર પોતાનો સ્વાર્થ સેવી જાવ છું..!"
-નૃપેન વડોદરીયા

ત્રણ દિવસ થઈ ગયા અને સલોની નો મગજનો ભાર ઓછો થઈ ગયો હવે. નહિ તો કોઈ રાજ નામ ની ઘંટડી વગાડી ફોન પર,નહિ તો હેતના વિચારો આવતા. ઘણું વિચારીને એણે રાજને ફોન લગાડ્યો. "હેલ્લો" બોલીને મૂકી પણ દિધો. ખબર નહિ, કદાચ એનું  મન હજી માનતું નહિ હોય! સલોની ને હવે ડિગ્રી હાથમાં આવવાની જ વાર હતી, બાકી હોસ્પિટલ તો એના નામે જ છે. એટલે બીજી જગ્યા એ મન ભટકાવ્યા સિવાય એને કામમાં મન પરોવાનું ચાલુ રાખ્યું.

"નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે."
~ મરીઝ

ચોથા જ દિવસે હેત મળવા આવ્યો."હવે તું મને તારો ફોન નંબર ક્યારે આપીશ? હવે હું કંટાળી ગયો છુ. શું હજી તને મારા પર ભરોસો નથી?"
"મારો નંબર તારી પાસે છે જ, હું આપીને શું કરું?" સલોની એટલું તો જાણતી હતી.
" મને તારી પાસેથી જ જોઈએ છે. નહીતો હવે પત્રવ્યવહાર ચાલુ કરીએ.!" હેત એ સલીનીના મોઢા પર હાસ્ય લાવવાની કોશિશ કરી.
"હા સારું. હવેથી એ કરીએ." સલોની યુદ્ધમાં કોઈને લલકારતી હોય એમ બોલી.
હેત એના આટલા ઝડપી જવાબને સમજી ના શક્યો. પણ એતો એની દરેક વાત થી સંતોષી હતો. ઉલટાનું આ પત્રવ્યવહાર ને એણે એક આશા જ સમજી હતી.

એમ જોવા જઈએ તો ૫ દિવસમાં બન્નેની ઓફિસમાં કુરિયર સેવા વધી ગઈ હતી.  રોજ કમસે કમ બે ચિઠ્ઠી, અને બે ચિઠ્ઠીના જવાબ એકબીજાને મોકલવા એવી આદત પડી ગઈ હતી. પણ એમાં સલોની ને મજા પડતી. જેમ બોલ્યું એમ માનવા વાળો હેત ક્યાં સુધી આ પ્રમાણે પડ્યો બોલ ઝીલે છે એને ચકાસણી કરવી હતી. હવે તો સલોનીને ચિઠ્ઠી લખ્યા વગર ફાવતું નહીં. એણે હેતને એક આદત બનાવી દીધો હતો.

"આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ."
~મરીઝ

આ તરફ રાજ એટલી શાંતિ થી દિવસો પસાર કરતો હતો કે હવે જો બાજી ડો પ્રકાશના હાથ માં છે એટલે જીતશે તો એ જ!!!
(ક્રમશ:)

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!