સિગારેટ


યાદ છે તને, પેલા બગીચામાં જ્યારે આપણે મળતા ત્યારે તું અચૂક મને કહેતી કે, હું સાથે હોવ ત્યારે આવા ધુમાડા શું કરતો હોઈશ? તારી આદત હું છું.. ઇ નઈ... ઘડીક તો મને સૌતન જેવું લાગી આવે છે ને હું મોટું અટ્ટહાસ્ય કરીને વાત ફગાવી દેતો. 
છતાં તે મને તારું નામ કોતરેલું લાઈટર આપ્યું હતું, અને કીધું હતું, હું ક્યારેક નઈ જડું તો ફૂકી નાખજે એક બે...શું ખબર ધુમાડા સૂંઘીને હું પાછી આવી જાઉં!?" પણ સાલી તું આવતી કેમ નથી???"

આલાપના મગજમાં બસ એવી જૂની યાદો ઘૂમતી રહેતી હતી. એક જમાનાનો ચેઇન સ્મોકર હવે રોજની એક જ સિગારેટ પીતો હતો. એ એકનું કારણ કોઈએ એને કોઈ પૂછે તો કહેતો,"ઇ એક સળગે અને પતે નહિ ત્યાં સુધી હું એની રાહ જોતો હોવ છું." અને લોકો એને હસી નાખતા. એની આવી છાપ ૪ મહિનાથી થઈ ગઈ હતી. આલાપની એક જ દિનચર્યા રહેતી. સવારે ઑફિસ જવાનું, વચ્ચે એક રિસેસમાં એક સિગારેટ અને સાંજે ૯ વાગે ઘરે જવાનું. એના ઘરે કોઈ હતું નહિ કે ઘરે એની રાહ જોવામાં આવે. કદાચ એટલે જ એની હરકતો ભટકેલા જેવી રહેતી હતી. 

એકદિવસ ઑફિસથી ઘરે જતા ૯ વાગી ગયા હતા. ના તો બસ મળે ના તો રિક્ષા. એણે ચાલતા ઘરે પહોંચવાની હિંમત કરી. શિયાળાની રાત હતી અને ઘનઘોર અંધારું! શહેરના પ્રદૂષણના લીધે ધુમ્મસ પણ હતી. માહોલ જોઈને એ પાનના ગલ્લે ઊભો રહ્યો. એક ગોલ્ડ ફ્લેક ઉઠાવી અને લાઇટરથી સળગાવીને ચાલતી પકડી. થોડું ચાલતા એને સામેથી કોઈ આવતું દેખાયું. પગના અવાજ ઝડપી હતા પણ કોણ આટલું જોરથી ચાલી રહ્યું છે ખબર ન પડી. 

"કોણ છે?" આલાપે બૂમ પાડી. એ સતર્ક થઈ ગયો. 
પણ કોઈએ જવાબ આપ્યો નહિ. બસ એ ૪ સેકન્ડના ગાળામાં કોઈએ એના હોઠ પાસે આવીને તસટસતું ચુંબન લઈ લીધું. એના હાથમાંથી સિગારેટ પડી ગઈ અને એ બે ડગલાં પાછળ ધકેલાઈ ગયો. હજી કાઈ ભાન આવે એના પહેલા સામે મીરાં ઊભેલી દેખાઈ. મીરાંએ એકદમ જૂનાં કપડાં પહેર્યા હતા, વાળ તો હતા જ નહિ. પગમાં ચપ્પલ નહિ, હાથમાં સોય નાખી હોય એના નિશાન અને આંખ પહેલા જેવી નહોતી. આલાપે જે મીરાં છેલ્લે જોઇ હતી એનાથી તો આ સાવ કંગાળ હતી. મોઢા પર કોઈ ચાર્મ નહિ. એવું લાગતું હતું કે એના હોઠ એ હસવાનું કેટલાય સમયથી બંધ રાખ્યું હશે. 

આલાપને આ બધું ભયાનક સપના જેવું લાગતું હતું. સટ્ટાક દઈને એણે પોતાને એક ઝાપટ મારી, "હું ઊંઘમાં તો નથી ને? તું ક્યાં હતી? કેમ કોઈ ફોન કે મેસેજ નથી તારા? અને તું આટલી રાતે અહિંયા શું કરે છે?" જેટલા સવાલ થઈ શકે એટલા સવાલ એણે મીરાંને કરી દીધા. 

"હવે તો આવી ગઈ ને? શું ફેર પડે છે હું ક્યાં ગઈ?" મીરાં હાથમાં એનો હાથ પરોવીને બોલી. 
"૪ મહિના થઈ ગયા. હું પૂછી પણ ન શકું?" 
"૪ મહિના?? આલાપ હું…....હું ભાગી આવી છું…મેં તને કીધું તો નથી ક્યારેય પણ…બીમારી છે મને..હું વારેઘડીએ નાની મોટી વાતો ભૂલી જતી હતી… પણ પેલા બગીચે આવવાનું નહિ…મને ઘરના લોકોએ પાગલખાનામાં નાખી દીધી હતી…મારે માં બાપ નઈ ને એટલે હું કોને સમજાવતી?" મીરાંનો અવાજ રડમસ થઈ ગયો. 

"શાંત થઈ જા… પણ તું મને ઓળખી ગઈ?? કેવી રીતે? અને તે મને આ બધું પહેલા કીધું કેમ નહિ?"

"કેવી રીતે કહું? મારો ફોન એ લોકોએ લઈ લીધો. ના તો મને તારું ઘર યાદ આવે, ના તો બગીચા સુધીનો રસ્તો…" મીરાં આલપનો હાથ પકડીને બોલી. "હું બસ…ભાગી રહી છું..ભૂખ લાગી છે... રખડતી રખડતી અહિંયા સુધી પહોંચી છું. મે દૂર થી તારી ચાલ જોઇ. તારી સિગારેટ ફૂકવાની અદા જોઇ, અને થયું.. હાશ મારું ઘર આવી ગયું." 

"આપડે પોલીસ કમ્પલેઇન કરીશું.. તું રડ નહિ..હું તારા વગર સાવ ખાલી હતો. મને ફરક નથી પડતો તું શું ભૂલી જાય અને શું યાદ રાખે…" આલાપ મીરાના માથે હાથ ફેરવતો બોલ્યો. 

"ત્યાં લોકો મને કૂતરાની જેમ રાખતા, સવારે ઊઠું એટલે થાકી ગઈ હોવ, શેના લીધે એ ખબર ન હોય…શું કહીશું પોલીસ સ્ટેશન જઈને??..તને ખબર છે..આ જો…પેટ પર ટાંકા છે..શેના છે એ પણ મને યાદ નથી…. " મીરાં એને અટકાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. 

આલાપ કંઈ પણ બોલ્યા વગર એને ભેટી પડ્યો, "ચલ શહેર છોડીએ…મારે બીજું કઈ સાંભળવું નથી…" આલાપની આંખમાંથી એવી રીતે આંસુડાં પડતા હતા જેમ કોઈએ ઘા માર્યો હોય અને લોહી નીકળવાનું બંધ ન થતું હોય. 

"મને રસ્તા, ઘર, વાતો, શહેર, કશું જ યાદ નથી રહેતું. તું સાથે જ રહિશ ને?? મને એક તું જ યાદ છે અને યાદ રહિશ." મીરાં થોડી શાંત થઈ. 

 

Comments

  1. સિગારેટ પોતે તો ઓલવાઈ ગઈ પણ બે વ્યક્તિ ને મલાવતી ગઈ✌🏻

    ReplyDelete
  2. She is already hurt, mentally and emotionally.

    But everyday she walks with a smile, bcoz that's she is.

    The girl never stopped smiling.

    #LoveYouVedika

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!