અતિશિયોકિતની સીમા ક્યાં સુધી?

 

હમણાંથી  OTT ( over-the-top) પ્લેટફોર્મ ઘણું ફૂલ્યું ફાલ્યું છે. કોરોનાના રાજમાં હવે લોકો થિયેટર ભૂલી ગયા હશે, તો નેટફલીક્સ, અમેઝોન પ્રાઈમ ને આખું સિનેમા સમજી બેઠા છે. એના પર તો ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એમ છે. જેમકે, બધી વેબસિરીઝના પાત્રો, એમના ડાયલોગ કે પછી વધારે પડતા ખૂંખાર દૃશ્યો. વાત આ બધાની નથી. વાત લોકોની લાગણીઓની છે. 

"સમલૈંગિકતા." ભારે શબ્દ છે, પણ ઘણો પેચીદો અને અઘરો છે. ઘણી સિરિયલમાં એને સામાન્ય દેખાડાય છે,જાણે એના પર ભાર મૂકીને સહમતિ આપવાની હોય. ક્યારેક એને સમસ્યા મૂકીને વાર્તા આગળ ચલાવાય છે. કદાચ તમે જોયું હશે, કે બે મિત્ર છોકરો અથવા બે મિત્ર છોકરી સાથે બે દૃશ્ય આવે એટલે સમજવું આગળની વાર્તા આ મુદ્દા પર જશે. અમુકવાર એમ નથી સમજાતું કે કુછ કુછ હોતા હૈ ના રાહુલ અને અંજલિ શક્ય હોય શકે, પણ આ પ્રકારની અતિશિયોકિત તો નહિ જ. દરેક સારા મિત્રો પાછળથી સંબંધ બાંધશે એવું નક્કી જ છે. આ વાક્યને સારથી બનાવીને, લોકોને આકર્ષવા સહેલા થઈ ગયા છે.  

સરકરશ્રીના આદેશ મુજબ સમલૈંગિકતા શક્ય થઈ. ચાલો થોડા અંશે નેટફ્લીક્સ, એમેઝોન જેવા માધ્યમના લીધે લોકો સમજતા થયા, "એક માણસની લાગણી." પણ એટલું કાફી છે? અને પાછું આ બધી સિરિયલોના સર્ટિફિકેટ પણ નથી હજી. બધી વયના લોકો માટે બધું ખુલ્લું છે. આજના પંદર વર્ષના છોકરી/છોકરો ને કાઈ પણ પૂછો એને ખ્યાલ હોવાનો જ, જેમાં કાઈ ખોટું નથી. પણ પિરસવાવળાની ભૂલ છે એમ કહી શકાય. દર્શકોની આંખો ચમકાવવા સમલૈંગિકતા નામનો બોમ્બ ફોડી તો દેવો છે, અને દિવાળી પણ એની જ કરવાની આ ઉદ્દેશ્ય ખોટો છે. અમુકવાર લાગે છે સમલૈંગિક લોકોની લાગણીને સમજવાની જગ્યાએ એની લાગણીને વાર્તામાં ઢાળીને વેચવામાં આવે છે. જ્યારે અમુક વસ્તુઓને વારંવાર સામે લાવવામાં આવે ત્યારે એનો પ્રભાવ જેને પડવાનો ન હોય એને પણ પડી જતો હોય છે. અમુક વખતે લોકોના જીવનમાં ઉચાટ વધતો જતો હોય છે. 

વાર્તા માટે મસાલા જરૂરી છે. પણ ગાળો, અસામાન્ય દૃશ્યો, સમલૈંગિકતા જેવો નાજુક વિષય પર એટલું બધું બતાવાય છે કે નાના મગજને કુમાર્ગે જતા વાર નથી લાગતી. અને જે કંઈ અનર્થ થઈ રહ્યું છે, એને સમુ કરવાની જગ્યાએ એ ચર્ચાનો મુદ્દો બની જાય છે. 

 

"સરકારે આ વિષય પર વિચારીને ફરમાન તો બહાર પાડ્યું છે. હવે જોઈએ, કાગળિયા પર એનો અમલ ક્યારથી થાય છે." 

 

 

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!