બોડી શેમિંગ!!

 

" જય જિનેન્દ્ર આંટી" કોઈ પણ વિવેક ભૂલ્યા વગર શિવાની આવેલા મહેમાનોને વધાવે છે.

"જય જિનેન્દ્ર બેટા, પણ શું?? તું પેલા કરતા કેટલી જાડી થઈ ગઈ? અને જો તો તારા મોઢા પર આટલા ખીલ?? પ્રજ્ઞા તું ધ્યાન નથી રાખતી કે શું?" અચાનક આવી ચડેલા રેખાબેનને જીવનમાં માત્ર પ્રજ્ઞાબેન અને શિવાની માટે ચિંતા હોય એમ બોલ્યાં.

શિવાની ધડ દઈને બારણું પછાડતી રૂમમાં ઘૂસી જાય અને પ્રજ્ઞાબેન દુઃખ ઠાલવતા બોલે, "શું કરું બેન, કાઈ માનતી નથી."

 

તો ખાલી એક દૃશ્ય જે દરેક ઘરમાં ચાલતું હોય છે. એમાં ખાલી છોકરીઓ નહિ પણ છોકરાઓ પણ ફસાયેલા લાગે છે. દુનિયાને એમ તો ઘણી ચિંતા છે, યુવાનો માટે! પણ ક્યારેય એમના રૂમમાં ઝાખીને નથી જોયું કે બારણું પછાડીને જવાવાળી શિવાની શું કરતી હશે. એમ જોવા જઈએ તો બોડીશામિંગ ઘણું ઉપાડ્યું છે. કોઈ જોકસ મા, કોઈ ફરિયાદમાં, તો કોઈ ચિંતામાં, એકબીજાને વખોવતા લોકો ઘણી રીતે માનસિક આરોગ્ય બગાડી રહ્યા છે. સવાલ થાય કે કેટલા અંશે સારું? કોઈનું  વજન ઓછું હોવાથી કે કોઈની ચામડી સારી હોવાથી અંતે તો રેખાબેન જેવા લોકો ઈર્ષ્યાથી બળતા હોવા જોઈએ. તો દેખાડો શેનો છે? હજી વાતને નીરખીને જોઈએ તો ચિંતા કે દેખાડો નથી. પણ તથ્ય છે કે કઢંગા માણસને જોવું કોઈને પસંદ નથી. મૂળ તો કે એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે ને! છોકરાનું માંસિલું શરીર અને છોકરીઓની નાજુક નમણી કાયા હોવું એટલું જરૂરી જેટલું રોજ સવારે વોટ્સઅપમાં "જય શ્રી કૃષ્ણ" ના મેસેજ હોવા જરૂરી છે.

 

તો થોડી દુઃખની વાત થઈ કે બોડીશેમિંગના લીધે જિમ ખુલ્યા. પણ વાતને કઈક અલગ રજૂઆત કરીયે તો, હા બોડિશેમિંગ કઈક અંશે જરૂરી છે. વાક્યનો વિરોધ કરતા પહેલા વિચારો, તમે અઠવાડિયામાં કેટલું પ્રોટીન,વિટામિન ને ચોખ્ખું ઘી ખાઓ છે? તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે કેટલું કરો છો? કઢંગા હોવું શ્રાપ નથી, પણ શરીરને મ્યુનિસિપલ કોર્પોરેશનનો કચરાનો ડબ્બો બનાવવો તો છે . નાજુક નમણી નાર હોવાથી કોઈ ફાયદો તો નથી, પણ નુકસાન પણ નથી. એવા ઘણા કિસ્સાઓ છે કે યુવાનો બોડીશેમિંગ શબ્દ સાંભળીને જુસ્સે ચડી જાય છે, અને માનવ અધિકાર સુધી વાત પહોંચે. ખાલી એકવાર એટલો   જુસ્સો જાતને સાચવવામાં રાખ્યો હોય તો બની શકે પરિણામે માનસિક રોગનો શિકાર થવું પડે. કારણકે ક્યાંક ને ક્યાંક તો શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્યને અસર કરે છે.

 

યુવાનોને એટલું કહેવું કે કોઈની વાતમાં આવ્યા વગર બોડીશેમિંગ ને અલગ દૃષ્ટિથી જોવો અમુક અંશે ફાયદો તમારો છે. અને રેખાબેન ને એક વાત ધ્યાન દોરવા જેવી કે, "તું કેટલી જાડી થઈ ગઈ," એવું કહેવાને બદલે, "તું કેટલા સૂર્ય નમસ્કાર એકસાથે કરી શકે?" એવું કહ્યું હોત તો શિવાની કદાચ ત્યાં બેઠા બેઠા ફોનમાં સૂર્ય નમસ્કાર શીખવાની એપ્લિકેશન ડાઉનોડ કરતી હોત!

 

જો યુવાશક્તિ મજબુત જોઈતી હશે તો એમને નીચા પાડવાની જગ્યા પડકાર આપો. આપોઆપ બોડીશેમિંગ શબ્દ ગાયબ થઈ જશે.

 

અસ્તુ.

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.