મિલાપ

શહેરના છેવાડે આવેલા દરિયાકાંઠે આકાશ બેઠો છે. એ શાંત પાણી ને શમી જતી સાંજમાં કંઇક નશો છે. આકાશ કંઇક લખવાની કોશિશ કરે. લખે પછી ફાડે વળી પાછો લખે અને ફાડે. એવું લાગતું હતું કે એની નોટબુક ના પાનાઓ ખાલી થઈ જશે પણ લખી નહી શકે. 

"દરિયાના તોફાનથી તો બચી શકાય,
પણ દિલમાં ઉપાડેલા તોફાન ને કેમ શમાવવો?"

વાત ને જરા ભૂતકાળ માં રાખીને જોઈએ. 
કોલેજ પત્યા ને એક મહિનો પણ નથી થયો ત્યાં ઇન્ટરવ્યુ માટે બુલાવો આવી ગયો હતો. નવા અનુભવ માટે આકાશ જેટલો ઉત્સાહી હતો એટલો જ નર્વસ. સમયસર પહોંચવું એ એની પહેલે થી આદત. ઇન્ટરવ્યુ છે, મોડા થોડી પહોંચાય?! Waiting room માં બેઠો છે ને એક છોકરી ઉતાવળી થઈને પૂછે છે, " એક્સ ક્યુઝ મી, એમ એન્ડ એસ કંપની ના ઇન્ટરવ્યુ માટે આ જ કેબિન છે ને? "
આકાશ તો એને જોયા જ કરે, પળભર માં ક્યાંક ખોવાઈ ગયો હોય એમ સ્વસ્થ થતાં બોલ્યો," હા, તમે સાચી જગ્યા એ આવ્યા છો." 
એ દિવસ તો આખો નીકળી ક્યાં ગયો ખબર ન પડી. 
રાત ગઈ બાત ગઈ ની જેમ દિવસો જતા ગયા. 
એકદિવસ એમ એન્ડ એસ માંથી નોકરી પાકી થવાના ખબર આવ્યા. આકાશ નો પરિવાર તો એકદમ ખુશ. 
પણ સાલું એને મગજ માં અચાનક પેલી છોકરી આવે, એનું પણ અહ્યાં નક્કી થયું હશે કે કેમ! 
પહેલે દિવસે સમયસર પહોંચતો આકાશ જેવો એના ટેબલ પર બેસે ત્યાં જ પાછળ થી અવાજ અથડાયો, " ગુડ મોર્નિંગ મિસ્ટર આકાશ, my self Meera શેઠ હું તમારી ટીમ લીડર છું. " આકાશ નું આકાશ હલી ગયું હોય એવું મોઢું થઈ ગયું. ખુશ થવું કે ફરિયાદ કરવી!? આતો તો પેલી જ. છોકરાઓ તો આદત થી મજબૂર,  ઉપર થી નીચે આખી એને સ્કેન કરી લીધી. એકદમ કોર્પોરેટ જેવો વેશ, વાળ તો જાણે હમણાં જ મેગી બનાવી ને મૂકી દીધી હોય એવા. પરવાળા જેવા હોઠ, કાતિલ નેણ, ઘાયલ કરી દેતી આંખો. 
આને મારી ભાષા માં કહું, તો

"પ્રેમને પાંખો ને ગુલાબને કાંટો, પૂછીને ના આવે."

પ્રેમ ના દાવ પેચ હવે શરૂ થઈ ગયા, મીરા ટીમ ને લીડ કરતી કરતી આકાશ ને ક્યારે લીડ કરવા લાગી ભાન જ ન રહ્યું. ક્યારેક કોફી, ક્યારેક ચા સાથે રિવરફ્રન્ટ ની લટાર!  પણ આતો શહેરી પ્રેમ છે, કેટલો ટકે કોને ખબર? મીરા ના માં માં તો જાણે ક્રિષ્ના વસી ગયો હોય એમ આકાશ હતો.  એને તો આકાશને કહી પણ દીધું," તું મારા પપ્પા ને વાત કરવા આવને હવે આકાશ, આમ આપણે કેટલો સમય મળતા રહીશું? " અને આકાશ? એને એક નાનકડો ડર હંમેશા સતાવતો. એ હતો છૂટા પાડવાનો, વિરહ નો ડર. 
જે પોતાની જાન બને એને ત્યાં જાન લઈને જવાશે કે નહી! 

જેવો વિચાર એવો જ બોધ મળી ગયો એને. 

એક અંધારા ખૂણા માં સત્ય છુપાવ્યું હતું. પણ સત્ય તો ઝગારા મારે ને! છુંપ્યું ક્યાં છુપાય છે? 

મીરા એકદિવસ કંટાળીને એના ઘરે પહોંચે છે. અરે આતો શહેરી પ્રેમ છે, હિંમત કરવામાં પાછળ નથી હોતો. મીરા વિશાળ હોલ માં બેઠી છે, ૪ ૫ નોકરો આજુ બાજુ ફરે છે, પણ કોઈ કામ નું વ્યક્તિ, કોઈ વડીલ નથી દેખાતું. અડધા કલાક પછી એક સ્ત્રી પ્રવેશ કરે છે, એને જોતાં જ લાગે છે કોઈ એન્ટિ ઇજીંગ ક્રીમ લગાડીને આટલા જુવાન કામ ઉંમરલાયક દેખાય છે. " હેલો હું મીરા શેઠ. હું આકાશ ની સાથે એની કંપની માં છું. આમમમ.. તમે.....? " " હું લલિતા શર્મા.આકાશ ની મમ્મી અને પપ્પા. કંઈ ચા કોફી મંગાવું બેટા!?" 
"ના આંટી આય એમ ફાઇન." " બોલ મીરા, આહ્યા આવવાનું કોઈ કારણ?" 
"હા આંટી તમને આકાશ એ કઈ કીધું નહી હોય, પણ હું અને આકાશ ૨ વર્ષ થી પ્રેમ માં છીએ અને એકબીજા સાથે જોડાવા માંગીએ છીએ."
"છોકરી,તે તો ખોટી જગ્યા એ દરવાજો ખખડાવ્યો છે, લાગે છે તને આકાશ એ કઈ કીધું નથી" 
મીરા ને તો જાણે એની બાજી ઊંઘી પડી હોય ને કરોડો નું નુકસાન થયું હોય એમ અવાક્ થઈ ગઈ. બે વર્ષ માં એવી તો કઈ વાત આકાશ એ મને નથી કીધી. બે ઘડીના વિચાર થી સમય નથી મળતો ને લલિતા બોલી, " બેટા, આકાશ ના લગ્ન તો નાનપણ માં જ નક્કી થઈ ગયા છે, ટુંક માં વાત કહું તો આકાશ ના પપ્પા ગુજરી ગયા ને આખી સંપત્તિ સાથે આકાશ ના લગ્ન પણ કરવી ગયા."
મીરા ને મન તો એના કૃષ્ણ ચપટી માં ધૂળ થઇ ગયા. કઈ જ બોલ્યા વગર સીધી ઘરે પહોંચીને આકાશ ના નામ નું નાહી નાંખ્યું. 

પ્રેમ માં કેવું બધું લબુક ઝબુક હોય છે એનો આ દાખલો છે. 

"ઘડીક નો સંબંધ, ઘડીક ની ગાંઠ,
ચારેકોર અંધારું ને અજવાળાની આસ." 

એ દિવસ પછી ના તો મીરા ની ભાળ મળે ના તો આકાશ મીરા સુધી પહોંચવા એક પ્રયત્ન બાકી રાખે. બસ એકવાર મીરા ને કહેવું હતું કે, એના પપ્પા ના પ્રતાપે જે થયું છે, બધું ત્યજી ને બેઠો છે તારો આકાશ. 

"લંબાઈ ગઈ ને પછી જીવન બની ગઈ
બાકી તો બે ઘડી જ હતી ઇન્તેઝાર ની."

 મરીઝ કહે છે ને,
"તારી યાદ માં એવો નિરાંતે બેઠો છું, 
ખતમ થઈ ગયા, પ્રયાસ જાણે!" 

બસ.. આ એ જ દિવસ છે જ્યારે આકાશ બધું કરી છૂટ્યો હોય, બધું ત્યજી દીધું હોય.. મીરા માટે .. 
જાણે કૃષ્ણ ને મીરા ની વાટ હોય,  જાણે મીરા ના ભજન કૃષ્ણ ના હોઠ પર હોય, જાણે કૃષ્ણ કોઈનો હોય ને મીરા માટે તડપતો હોય. 
રોજ દરિયા કાંઠે આવે, બેસે,  લખે ,  ફાડે અને પાછો વળી જાય. 
આવું કરતા રોજ એક છોકરી જોવે. એ છોકરીને શું સૂઝ્યું કે બધા કાગળિયા ભેગા કરીને સાચવવા લાગી, એક દિવસ બે દિવસ... એક મહિનો ને છેલ્લો છઠ્ઠો મહિનો. 
આખરે તો એણે પૂછી જ લીધું," એક્સ ક્યૂઝ મી, શું હું તમારું નામ. જાણી શકું?" 
આકાશ ને જ બધી છોકરીઓ પૂછવા કેમ આવતી હશે? 
"હું આકાશ શર્મા" . 
બસ.. ચપટી વગાડતાં છોકરી ગાયબ, વીજળી વેગે આવીને, જતી રહી, 

વાત ને મહિનો થયો હશે ને એને બુક લોન્ચ નું ઇન્વિટેશન આવ્યું. 
ઉપર નામ હતું,  ENDLESSLY YOURS BY AAKASH SHARMA. "બાપ રે.! આ હવે કયી ચાલ માં લઈને આવી તું જિંદગી, પ્રેમ સાથે નથી ને પ્રેમ બજાર માં વંચાય છે." 

મરીઝ એ બીજું પણ કહ્યું છે

"કોશિશ ની કોઈ ભાવના, પ્રેમ જગત માં લાવ ના,
આવી શકાય આવ ના, આવી જવાય આવ તું." 

ફાટેલાં તૂટેલા પ્રેમ ને શણગારી નવો બનાવી દે એ પ્રેમ છે. 
ચોપડી માં ક્યાં પાને લખવી યાદો,  જો કોઈ નવી મીઠાસ લઈને આવે તો ક્યાં ના છે? 

અંતે આકાશ ને નવી મીરા મળી, અને મીરા ને અજાણ્યું કોઈ...

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!