અજુગતું


કોફી ટેબલ પર રાહ જોતા હવે કલાકથી પણ ઉપર થયું, હજી એ આવ્યો નહીં. સુજાતા જૂના દિવસો યાદ કરવામાં લાગી છે. ક્યારે એ આદિત્યને મળી, કેટલા વર્ષો સુધી બંને જોડે હતા, અને ઘણા બધા કિસ્સાઓ.. 

"મગજમાંથી હજી પણ એ ગયો નથી." સુજાતા પોતાની સાથે વાતો કરવામાં તલ્લીન હતી. એમ તો મોડા આવવાની આદત પોતાની હતી, પણ આજે એને મોડું થયું એમાં એ આદિત્યને શોધતી હતી. ખેર, હજી અડધી કલાક અને આદિત્ય કાફેમાં હજાર  થયો. 

બે ઘડી પણ આંખ મટકાવી નહિ અને એકદમ નવો નક્કોર આદિત્ય જોતી રહી. એકદમ વ્યવસ્થિત કપડાં, વાળ ઓળેલા, હાથમાં મોંઘી ઘડિયાળ, બૂટ ચમકીલા, ચાલવાની છટા બદલાયેલી, મોઢા પર પરિપકવ હાસ્ય. 

 

"આંખ તારી ઉપર ઠરી ના શકી,

દિલમાં ભરપૂર ચાહ લાગે છે."

- મરીઝ

 

"બાપરે.. આ મારો જ આદિ છે?" સુજાતા બોલવાનું તો ચાલુ જ રાખે છે. 

આદિને ટેબલ સુધી પહોંચતા વાર નથી લાગતી. 

"હાય..સુજુ... ઓહ.. સુજાતા." આદિત્યને પેલી જ વારમાં જીભના લોચા વળી ગયા. "સુજાતા, તું હજી એવી જ લાગે છે, કોઈ ફર્ક નથી.." 

"હા.. પહેલાની વાત અલગ હતી, તું આમ બોલીને મસ્તી નહિ કર."  સુજાતા આ વખતે કઈક સરખું બોલી. 

"વેલ.. બાકી બધી વાત પછી, તે મને આટલા વર્ષે કેમ બોલાવ્યો?" "આદિત્યને મુદ્દા પર આવવાની આદત થઇ ગઈ છે." સુજાતા પોતાને શાંત કરે છે. "એમતો તે ૫ વર્ષ પછી મારી સાથે મુદ્દાની વાત કરેલી. આજે હવે શેની ઉતાવળ છે?" 

"બધું ઠીક છે ને! મને એમ કે તું ક્યાંય ફસાયેલી હોઈશ, એટલે બોલાવ્યો." આદિત્યને જાણવાની તાલાવેલી છે હવે. 

"ના, મુસીબત તો નથી, પણ...." 

"પણ શું?" 

"જો આદિત્ય, આપણા દિવસો હતા.. એમ કહીએ તો જમાનો હતો. પણ કિસ્મતે સાથ ન આપ્યો. હું પરણી ગયેલી, અને તું બદલાય ગયો આખો." સુજાતા બોલી. 

"તું સરખું બોલ સૂજુ. શું થયું છે? તને અત્યારે યાદ આવ્યું કે હું હજી વાંઢો છું? મેં બધું બદલી નાખ્યું પણ તારી જગ્યા કોઈને નથી આપી." આદિત્ય અટ્ટહાસ્ય સાથે બધું બોલી જાય છે. 

 

"હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ."

-મરીઝ

 

સુજાતા હજી પોતાને આ પ્રહારથી સંભાળે કે કેમ ત્યાં દર વખતની જેમ જીભ લપસી પડે છે. "તો મારી સાથે કરી લે ને.. લગ્ન. !!" 

"શ્રીમતી સુજાતા દેવી અશક્ય વસ્તુઓ કેમ બોલો છો?" આદિત્યને અજુગતું લાગે છે. 

"ના, હું સાચું કહું છું. તને ખબર છે મેં લગ્ન દબાવમાં કર્યા અને લગ્નજીવન પણ દબાવમાં કાઢ્યું. મારો દીકરો મોટો થઈ ગયો છે. અને એના જીવનમાં મસ્ત છે. અને હું અહ્યાં એકલી." સુજાતા બોલી. 

"એકલી એટલે? તમારા પતિદેવ?" 

"એમને ગયા વર્ષો થયાં. સિંગલ મોમ છું અને હોઈશ. પણ હવે જવાબદારીથી દુર છું." 

"અમમમમ... મને ખબર નહોતી આ વાત. તું ક્યાંય ફેસબૂક પર પણ નથી, અને મેં ક્યારેય પાછું વળીને જોયું નથી તો... સોરી." આદિત્ય શાંત જવાબ આપે છે. 

"તો? શું વિચાર્યું?" સુજાતા ખાલી જવાબ માટે જ રાહ જોવે છે. 

"જો, હું ૫૫ વર્ષનો  છું, વર્ષોથી એકલો. તું ૬૦ ની વિધવા કેહવાય. લોકો શું કહેશે?" આદિત્યને વાત ગળે ઉતરતી નથી. 

 

"પ્રેમપંથે શિખામણો છે ગલત,

એજ સાચી સલાહ લાગે છે."

- મરીઝ

 

"આદિ...૩૦ વર્ષ પેલા લોકો શું કહેશે કહીને છૂટા પડ્યા હતા. ભલે ઉંમરમાં હું મોટી રહી, ત્યારે પણ લોકોએ બદનામી કરેલી, અને આજે પણ કરશે. હવે જ્યાં સુધી શ્વાસ હશે, તું હોઈશ. મંજૂર હોય તો બોલ, નહિ તો હું ઘરડાઘરમાં જાવ છું..." ગમે તેમ સુજાતાને માનવતા આવડતું હતું. 

" Okay. I will be there for you."

 

"આ મોહબ્બતની રાહ લાગે છે,

ત્યાગમાં પણ ગુનાહ લાગે છે."

- મરીઝ

 

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!