પ્રપોસલ
શાંત દરિયા કાંઠે હું અને નિષ્ઠા બેઠા છે . ઘડીક વાત કરીએ ને ઘડીક ફોટા પાડીયે . આમતો આ દૃશ્ય ઘણું સામાન્ય લાગે પણ સમય પસાર થતા ઘણું અસામાન્ય થઈ જાય છે . " રવિ , તને મારામાં એવું તો શું ગમે છે ." અા અત્યારની છોકરીઓનો સળગતો સવાલ છે . કદાચ એટલે જ કે સંબંધમાં ટકી શકવાનો આત્મવિશ્વાસ ઓછો છે . " નિષ્ઠા , તારા માટે બોલું એટલું ઓછું છે . તું કહેતી હોય તો આખી ચોપડી લખું ." મેં દર વખતની જેમ સહજતાથી કહ્યું . નિષ્ઠાને કદાચ જવાબ ગમ્યો , અને મારી એકદમ બાજુમાં આવીને કાનમાં કહ્યું , " તો તું મને તારી કરી લે ને !' મેં તરત એની કમરમાં હાથ નાખીને એને ખુશ કરી દીધી . મેં થોડું પાછળ ફરીને ત્રાસી આંખે જોયું તો કોઈ અમને એકીટસે જોઈ રહ્યું હતું . વાતની ખરાઈ કરવા હું જોરથી પાછળ ફર્યો . પણ આ શું ??? હું પોતે જ પોતાની સામે ! મને લાગ્યું હું ખુદ શ્રેયને મારી જગ્યાએ કલાકથી નિષ્ઠાની સાથે જોઈ રહ્યો છું . હું બદલાય ગયો , પણ નિષ્ઠા એવી જ ... એક જ સવાલ પૂ...