Posts

Featured post

યાદ છે તને, પેલા બગીચામાં જ્યારે આપણે મળતા ત્યારે તું અચૂક મને કહેતી કે, હું સાથે હોવ ત્યારે આવા ધુમાડા શું કરતો હોઈશ? તારી આદત હું છું.. ઇ નઈ... ઘડીક તો મને સૌતન જેવું લાગી આવે છે ને હું મોટું અટ્ટહાસ્ય કરીને વાત ફગાવી દેતો.  છતાં તે મને તારું નામ કોતરેલું લાઈટર આપ્યું હતું, અને કીધું હતું, હું ક્યારેક નઈ જડું તો ફૂકી નાખજે એક બે...શું ખબર ધુમાડા સૂંઘીને હું પાછી આવી જાઉં!?" પણ સાલી તું આવતી કેમ નથી???" આલાપના મગજમાં બસ એવી જૂની યાદો ઘૂમતી રહેતી હતી. એક જમાનાનો ચેઇન સ્મોકર હવે રોજની એક જ સિગારેટ પીતો હતો. એ એકનું કારણ કોઈએ એને કોઈ પૂછે તો કહેતો,"ઇ એક સળગે અને પતે નહિ ત્યાં સુધી હું એની રાહ જોતો હોવ છું." અને લોકો એને હસી નાખતા. એની આવી છાપ ૪ મહિનાથી થઈ ગઈ હતી. આલાપની એક જ દિનચર્યા રહેતી. સવારે ઑફિસ જવાનું, વચ્ચે એક રિસેસમાં એક સિગારેટ અને સાંજે ૯ વાગે ઘરે જવાનું. એના ઘરે કોઈ હતું નહિ કે ઘરે એની રાહ જોવામાં આવે. કદાચ એટલે જ એની હરકતો ભટકેલા જેવી રહેતી હતી.  એકદિવસ ઑફિસથી ઘરે જતા ૯ વાગી ગયા હતા. ના તો બસ મળે ના તો રિક્ષા. એણે ચાલતા ઘરે પહોંચવાની હિંમત કરી. શિયાળાની

બધું બરાબર છે.

બારીમાંથી આવતો કુમળો તડકો અને રવિવારની સવાર, આ બન્ને એ એક સાથે સુખ દુઃખ આપી દીધું હોય એવું લાગે છે. ઘરમાં જોરથી વાગતું અંગ્રેજી ગીત સાંભળીને લાગે છે ભાઈ મુંબઈથી આવી ગયો છે. ચાલો, ગમે તેમ તો ઉઠવું પડશે એવું માનીને હું ઊભી થઈ. પપ્પા છાપુ વાચતા હતા. એમતો બધું ઠીકઠાક છે જીવનમાં પણ સાલું બહાર કોરોના ચાલે છે એવું ભૂલાય ગયું.  મસ્ત મમ્મીનાં હાથના બટેટા પૌઆ ખાઈને મોબાઈલ મચેડવા લાગી.  ક્યાં કોઈના ઘરે કેટલા કોરોના પોઝિટિવ છે, કોણ ઘરે મુત્યુ થાય છે, કોણ કોણ રૂમમાં પુરાયેલું છે, બધા ખબર મને મોબાઈલમાંથી મળી ગયા. કુંભમેળામાં માનવમેદની જોઈને દોષ કોના પર નાખવો એ હજી સમજાતું નહોતું. હું વિચારતી ચલો, મારા ઘરમાં તો બધા તંદુરસ્ત છે એટલે વાંધો નથી. આવું વિચારતા વિચારતા ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ના પડી.  થોડીવારમાં સમાચાર આવ્યા કે બાજુમાં રહેતા મુકેશભાઈ ગુજરી ગયા. એમના ઘરમાંથી રોકકલનો અવાજ આવતો હતો, ત્યાં એક ફોન આવ્યો કે મારા ફુઆ વેન્ટિલેટર પર છે અને નહિ બચી શકે. હજી થોડી કળ સુજે ત્યાં તો મારો એક ભાઈબંધ ફોન કરીને મને કહે છે કે, "મારે નથી જીવવું, હું લડી લડીને કંટાળી ગયો છુ મને છુટકારો જોઈએ છે." ઘરમ

અતિશિયોકિતની સીમા ક્યાં સુધી?

  હમણાંથી   OTT ( over-the-top) પ્લેટફોર્મ ઘણું ફૂલ્યું ફાલ્યું છે. કોરોનાના રાજમાં હવે લોકો થિયેટર ભૂલી ગયા હશે , તો નેટફલીક્સ , અમેઝોન પ્રાઈમ ને આખું સિનેમા સમજી બેઠા છે. એના પર તો ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એમ છે. જેમકે , બધી વેબસિરીઝના પાત્રો , એમના ડાયલોગ કે પછી વધારે પડતા ખૂંખાર દૃશ્યો. વાત આ બધાની નથી. વાત લોકોની લાગણીઓની છે.   " સમલૈંગિકતા." ભારે શબ્દ છે , પણ ઘણો પેચીદો અને અઘરો છે. ઘણી સિરિયલમાં એને સામાન્ય દેખાડાય છે , જાણે એના પર ભાર મૂકીને સહમતિ આપવાની હોય. ક્યારેક એને સમસ્યા મૂકીને વાર્તા આગળ ચલાવાય છે. કદાચ તમે જોયું હશે , કે બે મિત્ર છોકરો અથવા બે મિત્ર છોકરી સાથે બે દૃશ્ય આવે એટલે સમજવું આગળની વાર્તા આ મુદ્દા પર જશે. અમુકવાર એમ નથી સમજાતું કે કુછ કુછ હોતા હૈ ના રાહુલ અને અંજલિ શક્ય હોય શકે , પણ આ પ્રકારની અતિશિયોકિત તો નહિ જ. દરેક સારા મિત્રો પાછળથી સંબંધ બાંધશે એવું નક્કી જ છે. આ વાક્યને સારથી બનાવીને , લોકોને આકર્ષવા સહેલા થઈ ગયા છે.    સરકરશ્રીના આદેશ મુજબ સમલૈંગિકતા શક્ય થઈ. ચાલો થોડા અંશે નેટફ્લીક્સ , એમેઝોન જેવા માધ્યમના લીધે લોકો સમજતા થયા , " એક

બોડી શેમિંગ!!

  " જય જિનેન્દ્ર આંટી " કોઈ પણ વિવેક ભૂલ્યા વગર શિવાની આવેલા મહેમાનોને વધાવે છે . " જય જિનેન્દ્ર બેટા , પણ આ શું ?? તું પેલા કરતા કેટલી જાડી થઈ ગઈ ? અને આ જો તો તારા મોઢા પર આટલા ખીલ ?? પ્રજ્ઞા તું ધ્યાન નથી રાખતી કે શું ?" અચાનક આવી ચડેલા રેખાબેનને જીવનમાં માત્ર પ્રજ્ઞાબેન અને શિવાની માટે જ ચિંતા હોય એમ બોલ્યાં . શિવાની ધડ દઈને બારણું પછાડતી રૂમમાં ઘૂસી જાય અને પ્રજ્ઞાબેન દુઃખ ઠાલવતા બોલે , " શું કરું બેન , આ કાઈ માનતી જ નથી ."   આ તો ખાલી એક દૃશ્ય જે દરેક ઘરમાં ચાલતું હોય છે . એમાં ખાલી છોકરીઓ જ નહિ પણ છોકરાઓ પણ ફસાયેલા લાગે છે . દુનિયાને એમ તો ઘણી ચિંતા છે , યુવાનો માટે ! પણ ક્યારેય એમના રૂમમાં ઝાખીને નથી જોયું કે બારણું પછાડીને જવાવાળી શિવાની શું કરતી હશે . એમ જોવા જઈએ તો આ બોડીશામિંગ ઘણું ઉપાડ્યું છે . કોઈ જોકસ મા , કોઈ ફરિયાદમાં , તો કોઈ ચિંતામાં , એકબીજાને વખોવતા લોકો ઘણી રીતે માનસિક આરોગ્ય બગાડી રહ્યા છે . સવાલ એ