તૂટેલું ઘર

મધરાતે શહેરમાં સન્નાટો હતો. આખું નગર સળગીને રાખનાં ધુમાડા કાઢતું હતું. તોફાન જ થયું હતું. બાકી કુદરત એટલી પણ ક્રૂર નથી હોતી જેટલો આજનો માણસ હોય છે. ઘર, બગીચા, રસ્તાઓ, બધે  ઠેર ઠેર કાળા ડામ દેખાતા હતા. કોઈ જનાવર પણ ચાલતા ચાલતા હતું હોય તો ડર લાગતો કે ક્યાંક આ પણ હુમલો ના કરી બેસે. આટલી હિંસા પછી પણ અમુક હિન્દુ મુસ્લિમ ની ટોળકીઓ જમાવટ કરીને કાલે શું કાવતરા કરીશું એની વાર્તાઓ ઘડતા હતા. 

"માણસ તો શું સમજે છે, પાપ કરી ગંગામાં ધોશે,
કુદરત જો જાણશે કાવતરા એના, વીણી વીણી ઘર સળગાવશે."

એવામાં એક તૂટેલી બારીમાંથી હજી કોઈના ધ્રુજવા નો અવાજ આવતો હતો. એક ધુની ફકીર એ રસ્તે ચાલતો ચાલતો બોલે, "અલ્લાહ આજ ખફા હુઆ હૈ," 

એનો અવાજ પડઘાં પાડતો હતો. પણ એને કોઈના ધ્રુજવા નો અવાજ સંભળાયો. તરત બારી માથી ડોકિયું કાઢીને જોવે છે તો, એક ૨ વર્ષની છોકરી કથળેલ હાલતમાં રડતી હતી. 

ફકીર જરા અલગારી હતો, "તું યહાં ક્યાં કર રહી હૈ? તૂફાન તો થમ ગયા, અબ લૌટ જા.' મુશ્કેલ એ હતી કે છોકરીને કઈ સમજ પડી નહિ. 

ફકીર બીજી વાર બોલ્યો, "બચ્ચાં તેરા નામ બતા." છોકરી હજી બોલી નહિ. ફકીરે એની સામે જોયા કર્યું. આવા ફક્કડ માણસને ઘરની અંદર જવાની પણ હિંમત ના થઈ. પણ ગમે તેમ એ એના અલ્લાહનો માણસ હતો એટલે અંદર ઘૂસ્યો. આજુબાજુ નજર કરી, કોઈ દેખાયું નહિ, ઘર એટલું પણ રાખ નહોતું થયું જેટલું બહારથી દેખાતું હતું, પણ સાવ ઘરની ગર્ભમાં ઘુસતા જણાયું કે, બે લાશ સળગીને ધૂળ થઈ ગઈ હતી. ફકીરે આવી તબાહી જોઈ છે આજે, પણ સળગતી લાશ નહિ! એણે આમતેમ હજી ફાફા માર્યા, અંતે મહેનત ફળી અને છોકરીનું પ્લે સ્કૂલ નું દફતર દેખાયું. એના પર નામ વાચ્યું તો લખ્યું હતું, સીતા પંડ્યા. 

અરે! આતો હિન્દુની ફસલ. એવો વિચાર તરત ફકીર ના મન માં આવ્યો. "અબ મે તુમ્હે કહા લેકે જા સકતા હૂં... તુજે મેરે મસ્જિદ મે આને નહિ દેંગે ઓર મે તેરે મંદિર જા નહિ સકતા." 

ફકીર માં માણસાઈ કૂટી કૂટી ને ભરી હતી. ,"બેટા સીતા, તુજે કોઈ લેને આયા થા?" પણ સીતા હજી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. માંડ એણે એના ખોળામાં બેસાડી ને શાંત કરી અને ધીમે ધીમે સીતા એની સાથે રમવા લાગી. 

રામની લીલા જ ગણો, કે થોડીવારમાં સીતા અને ફકીર વચ્ચે લાગણી બંધાઈ ગઈ. સીતાને એવું જ વાત્સલ્ય મળી ગયું હતું જેવું એને ઘર સળગતા પહેલા મળ્યું હશે. પણ આતો અસમંજસ થઈ ગયું છે ફકીર માટે! જાય તો જાય ક્યાં?? 

સીતાને એક જગ્યાએ બેસાડી. એની ઝોળી માથી થોડું પાણી અને રોટલો ખવડાવ્યો પછી બોલ્યો, "તેરે પરિવાર કો લેકે આતા હું." ત્યાંજ મગજ માં આચકો લાગ્યો કે એનું જે કોઈ પણ હશે, ભસ્મ થઈ ગયું છે. તો પણ ખબર નહિ કોની શોધમાં નીકળી ગયો, ખબર નહિ કઈ દિશા, કયું ઘર, ક્યાં લોકોને કહેવું. 

હરતો ફરતો પહોંચ્યો એના કબિલામાં જ્યાં એ ફરતો રહેતો, "કિસકી લડકિત ખોયી હૈ ક્યા? ૨ સાલ કી લગતી હૈ, કિસકી લડકી ખો ગઈ ક્યાં?" એમ રટણ કરતો આખા વિસ્તારમાં ફરતો રહ્યો. પણ ધુની ફકીરની વાત કોઇ માને ખરી? 

ત્યાં કોઈ એનો પીછો કરતો જણાયું એટલે ફટ દઈને પલટી ગયો જોયું તો એક તગડો ધનવાન દેખાતો યુવક હતો, પણ મોઢા પર નિરાશા દેખાતી હતી, "બાબા, કહા હૈ ખોઈયી હૂઈ લડકી? હા, મેરી બેટી ખો ગઈ હૈ!" 
"કહા સે આયે હો?"
"મે ફૌજી હું બાબા, મે ૨ સાલ બાદ મેરે ઘરવાલો સે મિલને આયા થા, યહાં દેખા તો ..... " ગળે ડૂમો ભરાઈ ગયો, છતાં હિંમત કરીને બોલ્યો, "મેરે ઘરવાલે અબ નહિ રહે, પર મેને મેરી બેટી કો આજ તક નહિ દેખા ઓર ના હી ઉસકી લાશ....વો કહા હૈ?" 

ફકીરને હવે થોડી રાહત થઈ, "તુમ ખુદા કે તૌફે કો સંભાલ પાઓગે?"
"બડી મન્નતે માંગી થી બેટી કે લિયે, વો મેરા ખુદા હીઁ હૈ." 

 ફકીરને તો બાપ દીકરીને મેળવવાની તાલાવેલી લાગી હતી. એ દોડીને એને પેલા તૂટેલા ઘરમાં લઈ ગયો. 
 "સીતા... ઓ સીતા, દેખો તુમ્હે લેને કોઈ આયા હૈ!"
 ફૌજી એ પણ એને સાદ આપ્યો,"સીતા... દેખો મે આયા હું તુજે લેને." ફકીર તો આંખો પહોળી કરીને જોતો જ રહ્યો. ફૌજી ની આંખ માં પિતૃ વાત્સલ્યનો દરિયો દેખાતો હતો. 
 
બન્ને એ આખા ઘરને ફેંદી વાળ્યું, પણ કોઈ ના દેખાયું, 
"બાબા તુમ સંકી હો, યહાં કોઈ નહિ હૈ." 
"અરે મેને ઉસકો ખીલાયા હૈ, ખેલા હું મે ઉસ્કે સાથ"
"મુજે તો કોઈ નહિ દીખ રહા."
બેય માં આમ જ રકજક ચાલતી રહી અને તૂટેલા ઘરને ઝીણવપૂર્વક જોઈ લીધું. પણ સીતા તો ગાયબ જ હતી. 

છેલ્લે છેલ્લે ફૌજી ઘરની પાછળના ભાગે આવેલી જગ્યા જોવા ગયો. ત્યાં જોયું તો કાપો તો લોહી ન નીકળે એવું દૃશ્ય. કોઈના બે પગ ઝાડ પર ઊંધા લટકાવેલા હતા અને લાગતું હતું બાળક. 
"બાબા, યે પહેલે યહાં થા?" 
ફકીર તો સીતાને જોતા જ ઓળખી ગયો. 

"યા અલ્લાહ, તું અબ ભી કયું ખફા હૈ." 

Comments

  1. I don’t know...

    કેમ હૃદય કપકપી ગયું....

    ખરેખર રડી પડ્યો.... 😢😕

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!