Micro Liners


हद से ज्यादा ना बढ़ जाए इसीलिए तू दूर ही सही,
ऐसा ना हो मैं कहूं कभी तुझसे,
"तू दोस्त केहलाने काबिल ही नहीं।" 

अपनों से नाराज़ होकर भी क्या करे!? 
गुलाब तभी कहेलता है जब कांटे लगे हुए हो! 

એવો પણ પ્રેમ નિભાવ્યો છે એમને,
જેમાં ના મળવું એ પહેલી શરત હતી. 

मुझसे ही इकरार करते हो, 
इश्क़ है तुझसे,
और मुझे बरबाद करनेकी वजह भी मुझे बता रहे हो। 
क्या बात है। 

"આ જે મારા હાલ છે, એ ક્યારેક તો સુધરશે,
પણ મારું જોઈને કેટલાય ના બગડશે."

"ક્યારેક એવું ના થાય, 
હું તને માંગુ અને તું ગળે લાગીને પૂછે
"બીજું કંઈ??"

"તને ગુમાવવો નથી,
એટલે મેળવવાની વાત જ ક્યાં આવે?!"


"ઝાડ કાપવા આવ્યા છે લોકો મારા ગામ માં,
હમણાં તડકો બહુ છે એવું કહીને બેઠા છે એના છાયાડા માં."


"फसलों का एहसास तब हुआ जब हमने कहा "ठीक हूं।" 
और उसने मान लिया। "


"ગુનાઓ તો ઘણા કર્યા છે
પણ સજા ત્યાં જ મળી જ્યાં ગુનેગાર નહોતા."


"તું યાદ રાખ કે ના રાખ,
પણ તું યાદ છે, એ યાદ રાખ." 


"ક્યારેક એવું લખવું છે કે,
એ રોવે પણ નહી, અને 
આખી રાત સુવે પણ નહી."


"જે જવાના બહાના કરતા હોય, 
એને દરવાજા સુધી મૂકી આવવા જોઈએ."


"કિંમત બન્ને ની ચૂકવવી પડે છે,
બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ..."
 

"કોઈની સાથે ખોટું કર્યા પછી 
પોતાના વારા ની રાહ જોવી."


"खुदा जाने हमने कैसा इश्क़ किया था,
बिना अलविदा कहे ही चल दिए हमसे दूर।"
 

"તારા વગર ઘણો ફરક પડ્યો છે. 
હવે હું વધારે નથી વિચારતી,
હવે હું ચા ગરમ જ પીવું છું,"


"एक पहोचे हुए पिर ने कहा था,
जिस मुहब्बत का जवाब ना आए उस इश्क कहते है।"


"તમે એટલું ચાહી શકતા હતા,
તો નિભાવી પણ શકતા હતા."

"મને શું ખબર હતી કે એક એવો સમય પણ આવશે
જ્યારે મને મારી પસંદ પર જ નફરત થશે."


"जिंदगी में एक बात तो तय है कि
तय कुछ भी नहीं है। "

.".And the day came 
when the risk 
to remain tight 
in a bud was more 
painful 
than the risk it took the 
Blossom. "

"दर्द देते देते थक जाओ तो 
बताना
कसूर क्या था हमारा। "


"આજે એક બપોર તારી સાથે વિતાવી,
..તો સાંજ પણ નશીલી થવા લાગી."


"બધું વિચિત્ર થાય છે તારા વગર,
રહી તો જવાય છે, પણ રેહવાતું નથી હવે". 


"લખીશ ક્યારેક હું એવું,
કે વાચશે બધા, અને સમજી શકીશ ખાલી તું."
 

"ખૂબ ઝગડી તારી સાથે,
પણ "તારી યાદ"થી હારી ગઈ."
 

"દરેક વખતે તારી વાતો પણ તારા જેવી જ હોય છે,
"અશક્ય" લાગે એવી."
 

"રાધાની જગ્યાએ બેસીને જોયું તો,
પત્નીનું કર્તવ્ય અને પ્રેમીનું વિરહ રણભૂમિ માં લડતું દેખાયું. 
લાગતું હતું કે,
રાધા ન તો કૃષ્ણ ને ભૂલવાની છે, ન તો અભિમન્યુ(અયાન) ને તરછોડવાની છે."


"વાયદો એનો ગજબ હતો,
કે હંમેશા સાથે રહીશ.
પણ હું એ પૂછવાનું ભૂલી ગઈ કે,
પ્રેમની સાથે કે યાદો ની સાથે."
 

"કાલે જ "ખુશી" મળી હતી,
ઘણી ઉતાવળ માં હતી, રોકાણી નહી."
 

"હું સમય રોકી લઈશ તારા માટે,
તું કસમયે મળવાનું ચાલુ તો કર."


"પ્રેમ કરવો તો આયુર્વેદિક જેવો કરવો,
ફાયદો ન થાય તો કંઈ નહિ, નુકસાન તો ને થાય!"
 

"लोग बदलते नहीं गालिब,
बेनकाब होते है।"


"મન ની મન માં રાખતા, યુદ્ધ ભલે ના થાય,
જ્વાળા બની ક્યાંક જો, ફાટમ- ફાટ થાય.
અંશ એવો જ બોલવો જે સુને ને સમજી જાય,
તીખા કડવા શબ્દો થી એ એકલવાયો થાય." 


"તું ચક્રવ્યૂહ જેવી, ને હું ચકરાવે ચડતો અભિમન્યુ
તું ગુંચવતી ગઈ અને મારો અંત આવી ગયો." 


"હવે તો મૌસમ પણ દાદાગીરી કરે છે,
તારી હરોળ માં કોઈક આવ્યું તો ખરી!" 


"એક આદત, રોજ એક વાત,
કયો રસ્તો, કેવીક વાટ?"


"એક કહે દોસ્તી, એક કહે પ્રેમ
મારગ બદલાશે ત્યારે તૂટશે વહેમ"
 

"મારે એનાથી દૂર જવું છે, પણ સાથે રહીને
સ્વાર્થી મગજ ને ભોળું હૃદય રહે ઝઘડીને"


"આમાં આમ કેમ થતું હશે કે,
પ્રેમમાં ખરીદીએ કંઇક ને વેચાઈ ખુદ જઈએ."


"છેલ્લું પન્નું લખવાનું બાકી છે,
શું લખું કે તું મારા સુધી પહોંચી જ નહી!?"


"હવે હું હેરાન નથી કરતી એને,
એ વાત પણ હેરાન કરે છે એને."


"વાત ખાલી એટલી જ હતી કે,
એને ચર્ચ માં મેરેજ કરવા હતા અને મારે મંદિર માં લગ્ન."


"થોડી ફરિયાદો હશે તો ચાલી જશે,
પૂરે પૂરી મીઠાશ પ્રેમને વફાદાર નથી હોતી." 


"દીવા માં તેલ જ ઓછું હતું,
હવાઓ ને શું દોષ દેવો?" 


"સહારો મળતા જ બગડ્યું છે બધું,
એકલા હાથે ક્યારેય હાર નથી માની."
 

"આ જીદ નું પરિણામ ખબર નહિ શું આવશે?
નથી તું માનતો, નથી હું માનતી કે નહિ આ મન."


"આ અબોલ પંખીઓ ને પણ તારી ફિતરત ખબર છે,
ગમે તેટલું પ્રેમથી બોલાવીશ, નહી આવે."
 

"જેટલા એના fast reply થી હરખાવ છો ને,
ક્યારેક blue tick થી એટલો જ ગુસ્સો આવશે."
 

"આતો ઠીક છે પાનખર હજી આવી નથી,
બાકી જે પાંદડાંનો ભાર વધી જાય એને નીચે પડવું જ પડે છે."

 

"મને તારા નામ પાછળ મારું નામ લખવાનો શોખ હતો,
હવે હું તારા વિશે લખીને શોખ પૂરો કરું છું. "


"તું એવી રીતે રાહ જોવડાવે છે ને,
કે આંસુઓ પડ્યા વગર આંખમાં સમાઈ રહ્યા હોય."
 

"આજે તને મળ્યા પછી,
મન બદલાય ગયું,
લાગ્યું કે એક દિવસ
તારા પ્રેમ માં પડીશ તો ખરી."
 

"અત્યારે સમય નથી ને મળવા માટે,
જોજે સમય જ દૂર કરશે આપણને."
 

"તને જૂના રસ્તે શોધતા 
સમજાયું કે,
તારા રસ્તા ને મુકામ બદલાયા છે."
 

"તારી વિરુદ્ધનું જો તું સાંભળી લે,
એને તું નહી, સમય જ જવાબ દે."
 

"जिसने खर्चा कम करनेकी बात सोच ली,
समझ लो उसने कमाने की अक्ल खो दी।"


"મને તો એક બહાનું જોઈતું હતું,
આવવા માટે પણ
જવા માટે પણ."
 

"शोर की तो उम्र होती है,
खामोशी सदाबहार होती है।"

- गुलज़ार 

"પરિવર્તન સંસારનો નિયમ છે,
અને અમુક એવા નિયમ આપણે બનાવવા પડે છે."
 

"સાચા ખોટાની શું પરવાહ છે,
તારી સાથે પ્રેમ તો છે ને.."


શતરંજ રમવાની આદત હતી નહી,
એ ચલ સમજતા હતા, હું સંબંધ. 


રાવણને વરદાન અને કુબેર નું ધન,
છેલ્લે અભિમાન કરે પતન. 

બધાને લાગે છે, રોજ તારી રાહ જોઉં છું,
પણ હું દરેક સાંજ ને પૂછું છું, કે તું આવ્યો કેમ નહિ. 

તને મન માં રાખ્યો આખો,
થોડું મારું મન તું રાખી લેતો.. 

My mom told me, "a person who values you, wouldn't ever put themselves in a position to lose you." 

And that really hit my heart deep. 


A girl is happiest when she knows you make her your everything, in front of everyone, every time.

સહન કરતા સંભાળજો,
તમે કોઈને શીખવાડી રહ્યા છો,
તમારી સાથે રહેતા.

"ક્યારેક ફુરસદ હોય તો
જોઈ લેજે,
મેં તારી ચોપડી માં એક ગુલાબ રાખ્યું હતું."

"આ વાત મને ખબર હોત તો
હું કોઇની શું કામ થાત?" 

- વૃદ્ધાશ્રમના એક દાદા ને દાદી ની નવરાશ ની વાતો. 

એવો કોઈ ઈરાદો તો નહોતો કે તારાથી દૂર જવું,
તું મને તારી માનતો નથી તો શું કરવું? 

તું સાડી ને નાનકડી બિંદી સાથે આવે છે,
આ સાદગી મન માં વીજળી ચમકાવે છે.

જેમ વરસાદ માટે મલ્હાર ગુંજવે કવિ,
એમ તને હું યાદ આવીશ ખરી...

વર્ષો થઈ ગયા તને છેલ્લીવાર મળીને,
તો ય નવા ચેહરા તારા નામથી મને ઓળખે છે. 

એવો વિરહ આવશે, શું ખબર હતી,
તું એની સાથે બેઠી અને મારી સામે હસતી પણ નહોતી!? 

इतना क्यों सीखा रही है ज़िन्दगी,
हमे कौनसी सदिया बितानी है यहां? 
#गुलज़ार 

‍થોડી રાતો રાખી છે ઉધાર તારા માટે,
જેમાં ના તો તું હતી, ના તો ઊંઘ. 

વાત વાત માં તારું નામ આવે છે,
તું છે નહી અને મને બદનામ કરે છે. 

"હું તારી સાથે નથી છતાં તને હજી આપણા સાથે હોવાનું અભિમાન છે?"
"કેમ ના હોય! જમાનો જેને ચાહતો, એ મને ચાહતો!" 

મુસીબત આવી પડી છે મારા પર..
તને જોઇને ધબકારા રોકું કે શ્વાસ!

સૂર ત્યારે જ છે જ્યારે તાલ સાથે હોય,
હું ત્યારે જ છું જ્યારે તું સાથે હોય

મંઝિલ થી અજાણ નથી,
રસ્તાની જાણ નથી,
ત્યારે મને રોકવા વાળું કોઈ નથી. 

मल्हम तो हम ही लगायेंगे,
तू इश्क़ में ज़खमी होके ही क्यों ना आया हो! 
Malham to hum hi lagayenge,
Tu ishq me zkhmi hoke kyun naa aaye


Tune jurrat to ki hai humse ladai krne ki,
Dekhte hai ghayal kaun hota hqi

Badi mushkil hogi ek tarafa pyaar me,
Dub naa jao tum Apni hi zid me


तुझे खुदा की इबादत करते देखा था,
तब से इबादत में तुझे मांगते है। 


उफ्फ ये तेरे 



ऐसी अनजानी राह पे ना ले चलो मुझे,
जो राह खतम होने पर कुछ गुमाने का एहसास हो। 

तेरी बातों में एक नशे सा था,
कुछ गहरा कुछ समंदर सा,

ये मेहखाना भी कम लगा,
जब तेरी आंखो में यू डूब गए।

तू है तो हुन्नर जिंदा है, वरना फूलों का बागीचा भी बंजर है।

Uff ये तेरी बहेकी बहेकि बातें, ऐसे ही रात भर परेशान करती थी,
मैने पूछा तो जवाब मिला, ऐसे ही तू थोड़ी उनसे प्यार करती थी।

તું રવિવારની સાંજ જેવો છે,
તને માણવાની એટલી જ મજા છે,
જેટલી સોમવાર સવારથી ફરિયાદ છે. 

નજરની પાબંદી લગાવી દીધી છે તે,
તારી સિવાય બીજા કોઈ પર પડતી જ નથી. 

કોઈવાર તો હું અમસ્તાં જ હરખાઈ જાઉં છું,
જાણે તું હમણાં કોઈ હરકત કરીને નીકળી ગયો હોય. 

"तेरा इतना चाहना हमसे बर्दाश्त नहीं होता"
"इश्क़ कर कौन रहा है, इश्क़ तो ऐसे ही हो रहा है"।

 ના દેખાય એવી ગાંઠ થી બાંધી દીધી છે તે મને,
 તું સાથે પણ નથી અને હું તારાથી અલગ પણ નથી. 

હું ચૂપ હોવ ને તું સમજી જાય 
ત્યારે ખરેખર એવું થાય કે,
વિચાર મારા ને શબ્દો તારા એમાં ભળી જાય. 

હદ તો ત્યારે થઈ,
હું સાંજે મળવાનો વાયદો કરું,
ને તું આખો દિવસ સૂરજ હોવાનો અફસોસ કરે.

નકામી વાતો કરવા લાગી છું હવે,
મન ને કોઈ ખાસ ગમી ગયું લાગે. 

મારે દૂર સુધી જોવાની જરૂર જ ક્યાં છે,
જો તું આટલો નજીકથી મને તાકી રહ્યો હોય! 

માણસ ઘણો અઘરો છે,
પ્રેમ કરે તો નરસું નથી જોતો,
નફરત કરે તો સારું નથી જોતો. 

મે દિલથી સવાલ પૂછ્યો હતો
તે દિમાગથી જવાબ આપ્યો હતો, 

હવે તારું દિલ મને માંગે છે,
જ્યારે કોઈ મારા દિલમાં વસી ગયું. 

ક્યારેક એને એવો પ્રેમ થાય કે,
અજાણતા આવીને કહે,"તું એકલી કેટલો પ્રેમ કરીશ? ચાલ અડધો અડધો વહેચી લઈએ" 

એને પ્રેમ હતો, મને આજે પણ છે.
ઝાંકળ ઉડવાનો આભાસ આજે પણ છે. 

તું એટલો પણ નજીક ના આવીશ,
કે હું પોતાનો શ્વાસ ના સાંભળી શકું. 
જો તું એક પગલું પણ પાછો વળે,
તો હું ધબકારા ના ઝીલી શકું. 

કહેવાવાળા નું શું જાય છે,
કમાલ તો સહન કરવાવાળા કરે છે. 

સળગતા રણમાં પાણીની તલાશ નથી,
અમે ક્યાં કીધું કે અમને એની તૃષ્ણા નથી.


आज मौसम कुछ बदला सा है,
बेहद हूं मैं और तू हद में कहा।



"તને હંમેશા વિરહ નો ડર હોય તો પ્રેમ જ કેમ કર્યો?"
"પ્રેમ નું તો ખબર નહિ, પણ તારી સાથે છે એ બીજા કોઈ સાથે નથી."


 

"તારી પાસેથી તને માંગવી છે, 
તું કે એટલી કિંમત આપીશ."
હું એમતો કંઈ ખુલાસો કરવા નહોતી માંગતી, પણ વાત એણે જ ચાલુ કરી તો...
"મને એમ કે મારે ખુદને મળવા તારી મંજૂરી લેવી પડશે."

"હું ચાહું તો તને મારી કહીને બોલવું"
"ના ક્યારેય નહિ..."
"કેમ?"
"એક મિત્ર થી વધારે અને પ્રેમથી ઓછું એવું સગપણ છે આપણું"


અલગારી ફકીરી જિંદગીમાં જો ક્યારેક તું મને પૂછે,"તને કિંમતીમાં કિંમતી ભેટ આપવી હોય તો શું આપું?"
"જો તું કિંમતથી ભેટ ને તોળતો હોય તો તારાથી વધારે કઈ જ નથી."

તું કઈ ઝંઝાળમાં પડ્યો છે,
તારે બદલો લેવો પડ્યો છે,
ચડાવ ઉતારના એવા ખેલ છે,
તને જે રોવડાવે, ક્યારેક તો રડે જ છે. 


એણે પાછળ વળીને જોયું તો લાગ્યું લાગણી એને પણ હતી,
મારી થોડી કદર એને પણ હતી,
મે તો વિચાર્યા વગર અંધારાને ગળે લગાડ્યા હતા, 
રાતે ઉજાગરા ની આદત એને પણ હતી. 
એ રડ્યો હતો મારી કથળેલી જિંદગી જોઈને,
ત્યારે ખબર પડી જરૂરિયાત એને પણ મારી હતી. 

મારો એક અંશ તારી પાસે મૂકીને આવી છું,
ગળે લાગવાનું તો એક માત્ર બહાનું હતું. 

તું એવી રીતે રિસાઈ ગઈ છો,
જાણે કોઈ બીજાએ તને મનાવી લીધી હોય!

કારણ પૂછવાનો સમય જ ક્યાં મળ્યો,
એ દિવસો ગણતા ગયા અને અમે અજાણ્યા થઈ ગયા. 

એ નજરથી દૂર ગઈ ગયા,
નવી લાગણીઓને લઈને,
એ જ જૂના વાયદાઓ સાથે...

એ જ્યારે એવું કહે, "ખુશ રહેજે."
કહો એમને કે,"સાથે રહેજે." 

मेरी फिकर ??
और वो भी उनको?
ओ दिल - ए - नादान
Just 'shut -up'  
@repost

લખીશ તો ફરી ક્યારેક ફુરસતે,
હાલ તો હાલ બેહાલ છે તને જોવા માટે. 

જો તું હજી પૂછીશ શું ભેટ ચાલશે? 
હું કહીશ, એ સાંજ જે હજી તારા પર ઉધાર છે. 

ગજબ છે મારા હૃદયમાં તારું હોવું,
હું ખુદથી દૂર અને તારું મારામાં હોવું. 

દુનિયા છે જ ઉલ્ઝાવવા માટે,
તું ઘડીક મારામાં સુલજી જા. 

ક્યાં સંબંધથી બાંધવો તને,
હું તારી સાથે ગમે તે ચોકઠે પેલેથી ગોઠવેલી જ લાગુ છું.

તારી યાદોની કોઈ સીમા હોતી તો સારું હોત,
ખબર તો પડે સફર ક્યાં સુધી કરવાનું છે. 

મને રીસાવા નો હક પણ ક્યાં છે,
આંખ છલકાશે તો આંસુ ઝીલશે કોણ,
તારી તો દરેક જીદ પૂરી થઈ,
મારી જિંદગીને મારી જેમ જીવશે કોણ!


બાંધ્યા વગર બંધાય જવું. 

ના તું ગમવાનું કારણ પુછ, નહિ તારી આદતનો હિસાબ,
મારા શબ્દોમાં તારી હાજરી છે, એનો જરા રાખ રૂઆબ.


मैं ऐसे ही नहीं पिघल जाया करती,
काफी लंबे इंतज़ार के बाद तेरी एक पल की झलक चाहिए। 


ના પૂછશો મને  એની જ સાથે પ્રેમ કેવી રીતે થયો? 

"હું એને આંખો થી શોધતી રહી ગઈ,
અને એ મને શબ્દોથી ચોરી ગયો." 

તું ફરી પાછો મારી સામે આવ્યો છે.
તો સંભાળ, 

તારી પાસે એક કિસ્સો છે જેમાં હું હતી,
હવે હું તારી દરેક વાર્તાનો હિસ્સો ક્યારે થઈશ? 


હાલ બેહાલ થયા છે, એને મોહ કહું કે વહેમ,
તું નજરે પડે તો પૂછું ને,  કે ખરેખર તને પણ છે પ્રેમ? 

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!